ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કોંગ્રેસ સમગ્ર દેશમાં મોદી સરકાર વિરુધ્ધ નવેમ્બરમાં વિરોધ પ્રદર્શન કરશે

નવી દિલ્હી : દેશ-વિદેશની મોટી નાણાંકીય સંસ્થાઓ દ્વારા ભારતના વિકાસ દરનું અનુમાન ઘટાડ્યું છે. હાલમાં IMF એ ભારતના નાણાંકીય વર્ષ 2019-20 માટે વિકાસદરનું અનુમાન ઘટાડ્યું હતું. IMFના હાલમાં રજૂ કરવામાં આંકડા મુજબ ભારતનો GDP આ વર્ષે 6.1 ટકા જેટલો રહેશે. આ અગાઉ એપ્રિલમાં GDP 7.3 ટકા રહેવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ પાર્ટીએ આર્થિક સ્થિતિના મુદ્દા પર કમર કસી લીધી છે. મળતી જાણકારી મુજબ કોંગ્રેસ પાર્ટી મોદી સરકાર વિરુધ્ધ નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં દેશભરમાં મોટાપાયે વિરોધ પ્રદર્શન કરશે.

કોંગ્રેસ સમગ્ર દેશમાં મોદી સરકાર વિરુધ્ધ નવેમ્બરમાં વિરોધ પ્રદર્શન કરશે

By

Published : Oct 23, 2019, 9:29 AM IST


દેશ-વિદેશની મોટી નાણાકીય સંસ્થાઓ દ્વારા ભારતના વિકાસ દરનું અનુમાન ઘટાડ્યા બાદ કોંગ્રેસ પાર્ટીએ સરકારને આ મુદ્દે ઘેરવાને લઇને રણનીતિ તૈયારી કરી લીધી છે. કોંગ્રેસ પાર્ટીએ મોંઘવારીથી લઇને રોજગારી સુધીના મુદ્દાઓ પર કેન્દ્રની મોદી સરકારને ઘેરવાનો નિર્ણય કર્યો છે. આ અગાઉ અર્થશાસ્ત્રના નોબેલ પુરસ્કાર જીતનાર ભારતીય મૂળના અર્થશાસ્ત્રી અભિજીત બેનર્જીએ કહ્યું હતું કે ભારતીય અર્થવ્યવસ્થા ઘણી ખરાબ સ્થિતિમાં છે.

આ મુદ્દે કોંગ્રેસ દ્વારા દેશભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details