ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ગેસ્ટ શિક્ષકોએ કેન્દ્ર સરકારને આપી ખુલ્લી ધમકી, અપમાનનો બદલો ચૂંટણીમાં લઈશું

નવી દિલ્હીઃ સરકારી સ્કુલોમાં ગેસ્ટ શિક્ષકો તરીકે કામ કરતાં શિક્ષકો છેલ્લા 10 દિવસથી 60 વર્ષની પોલિસીની માંગને લઈ પ્રદર્શન કરી રહ્યા છે. રવિવારે દિલ્હી પ્રદેશ ભાજપ કાર્યાલય બહાર પ્રદર્શન કરતાં ગેસ્ટ શિક્ષકોને સમર્થન આપવા કોંગ્રેસના વરિષ્ઠ નેતા કિરણ વાલિયા પણ પહોંચ્યા હતા.

ફાઇલ ફોટો

By

Published : Mar 11, 2019, 10:46 AM IST

Updated : Mar 11, 2019, 11:39 AM IST

તે દરમિયાન તેમણે શિક્ષકોને સંબોધિત કરતાં કહ્યું કે, કોંગ્રેસ દરેક રીતે ગેસ્ટ શિક્ષકોની સાથે છે. તે સાથે જ તેમણે ગેસ્ટ શિક્ષકોને કાનૂની સહાય આપવાની પણ વાત કરી હતી. શિક્ષકોને સંબોધિત કરતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા કિરણ વાલિયાએ કહ્યું કે, કોંગ્રેસ પક્ષ હમેંશા ગેસ્ટ શિક્ષકોના હિતમાં વાત કરે છે.

કોંગ્રેસ ઇચ્છે છે કે, ગમે તે રીતે ગેસ્ટ શિક્ષકોને તેની સમસ્યાનો અંત આવે. દિલ્હી સરકાર દ્વારા એલજી પાસે મંજૂરી માટે મોકલવામાં આવેલી પોલિસીને દેખાડવાની વાતનો સ્વિકાર કર્યો અને કહ્યું કે, સરકારને તેના નિર્ણય લેતી વખતે ગેસ્ટ શિક્ષકોને પણ સામેલ કરવા જોઇએ. જેનાથી ગેસ્ટ શિક્ષકોના મનમાં કોઇ પણ પ્રકારના પ્રશ્નો ન રહે.

BJP કાર્યાલય પર 60 વર્ષની પોલિસીને લઈ પ્રદર્શન કરતાં ગેસ્ટ શિક્ષકોની તબીયત બગડી રહી છે, જેમાં 3થી વધારે શિક્ષકો બેહોશ થયાં છે તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલ લઇ જવામાં આવ્યા છે. જ્યાં સારવાર બાદ રજા આપવામાં આવી હતી. જણાવી દઈએ કે, ગેસ્ટ શિક્ષકો ભાજપ હાય હાય, મનોજ તિવારી મુર્દાબાદના નારા લગાવે છે. આ પ્રદર્શનમાં શિક્ષકો પોતાના નાના બાળકોને પણ સાથે લાવ્યા હતા.

'ચૂંટણીમાં અપમાનનો બદલો લેવામાં આવશે'

10 દિવસથી પ્રદર્શન કરતાં શિક્ષકોનું કહેવું છે કે, રાજનૈતિક પક્ષોએ અમને ફુટબોલ સમજીને રાખ્યા છે. કોઇ એલજી હાઉસ મોકલે છે, તો કોઇ સિસોદિયા આવાસ મોકલે છે. તો ક્યારેક અમે BJP કાર્યાલય પર ઘરણાં કરીએ છીએ. અમારા અપમાનનો બદલો અમે ચૂંટણી સમયે લઇશું. પ્રદર્શન કરતાં શિક્ષક ઇમરાને કહ્યું કે, સરકારે બે તરફ રાજનૈતિક રમત રમીને અમારી સાથે જે કર્યું છે, ત્યાર બાદ અમે કોઇ પણ સરકારને સત્તામાં આવવા નહી દઇએ અને નોટાનું બટન દબાવીશું.

ઓલ ઇન્ડિયા ગેસ્ટ ટિચર એસોસિએશનના સદસ્ય શોએબ રાણાએ કહ્યું કે, ગેસ્ટ શિક્ષકોનું પ્રદર્શન આચાર સંહિતા લાગુ થશે તો પણ ચાલુ જ રહેશે. અત્યાર સુધી શાંતિપૂર્ણ પ્રદર્શન કરતાં આવ્યા છીએ અને આગળ પણ શાંતિપૂર્ણ પ્રદર્શન કરીશું. શિક્ષકો તરફથી કોંગ્રેસની એ જ માંગ છે કે, વરિષ્ઠ વકીલ સલમાન ખુર્શીદ અને કપિલ સિબ્બલ ગેસ્ટ શિક્ષકોના પક્ષમાં કોર્ટમાં કેસ લડે જેનાથી ગેસ્ટ શિક્ષકોને સહારો મળે અને ન્યાય પણ.

Last Updated : Mar 11, 2019, 11:39 AM IST

ABOUT THE AUTHOR

...view details