ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કોરોનાની લડતમાં કોંગ્રેસ દેશની સાથે છેઃ મનમોહનસિંહ - national lockdown

કોરોના સંકટ અને લોકડાઉન પર કોંગ્રેસ વર્કિંગ કમિટિની બેઠક ગુરુવારની વીડિયો કોન્ફરન્સિંગથી યોજાઈ હતી. આ બેઠક દરમિયાન ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે સરકારને ટેકો આપવાની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, દેશભરમાં 21 દિવસના લોકડાઉન વચ્ચે કોરોના વાઇરસની લડત માટે અમે દેશ અને સરકારની સાથે છીએ.

congress-stands-with-nation-to-fight-coronavirus
કોરોનાની લડતમાં કોંગ્રેસ દેશની સાથે છેઃ મનમોહનસિંહ

By

Published : Apr 2, 2020, 3:31 PM IST

નવી દિલ્હીઃ કોરોના સંકટ અને લોકડાઉન પર કોંગ્રેસ વર્કિંગ કમિટિની બેઠક ગુરુવારની વીડિયો કોન્ફરન્સિંગથી યોજાઈ હતી. આ બેઠક દરમિયાન ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે સરકારને ટેકો આપવાની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, દેશભરમાં 21 દિવસના લોકડાઉન વચ્ચે કોરોના વાયરસની લડત માટે અમે દેશ અને સરકારની સાથે છીએ.

કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ મોદી સરકાર પર આકરા નિશાન સાધ્યાં હતાં. સોનિયા ગાંધીએ કહ્યું કે, 21 દિવસનો લોકડાઉન થઈ ગયું છે, પરંતુ આ લોકડાઉનનાં કારણે લાખો પ્રવાસી મજૂરો હેરાન પરેશાન થયાં છે.

મોદી સરકાર પાસે માંગ કરતા સોનિયા ગાંધીએ કહ્યું કે, સરકારના ડૉકટર્સ, નર્સ અને ચિકિત્સા સભ્‍યો, વ્યક્તિગત સલામતી સાધનો ઉપલબ્ધ કરાવે. સરકારે બેડની સંખ્યા, ક્વાર્ટનટિન અને પરીક્ષણ સમય તબીબી સેવાના સપ્લાયનો વિગતો પ્રકાશિત કરવી જોઈએ. ખેડૂતોને પાકની કાપણી માટેનો પરવાનો આપવો જાઈએ.

ABOUT THE AUTHOR

...view details