ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કોંગ્રેસે 9મી યાદી જાહેર કરી, ચિદમ્બરમના પુત્રને મોકો મળ્યો

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસે 10 ઉમેદવારોની નવમી યાદી જાહેર કરી છે. જેમાં પૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમના પુત્રનું નામ સામેલ છે. ચિદમ્બરમના પુત્ર કાર્તિ તમિલનાડુના શિવગંગાથી ચૂંટણી લડશે.

સ્પોટ ફોટો

By

Published : Mar 24, 2019, 7:48 PM IST

જમ્મુ કાશ્મીરના બાબામૂલાથી હાઝી ફારૂખ મીરને ટિકીટ આપવામાં આવી છે. કર્ણાટકના દક્ષિણ બેગલુરુ બેઠકથી હરિપ્રસાદ ચૂંટણી લડશે.

કોંગ્રેસે મહારાષ્ટ્રના 4 ઉમેદવારોની જાહેરાત કરી છે. મહારાષ્ટ્રમાં હિંગોલીથી સુભાષ વાનખેડે અને અકોલાથી હિદાયત પટલેને ટિકીટ આપવામાં આવી છે. NCPમાંથી કોંગ્રેસમાં જોડાયેલા તારીક અનવર બિહારના કટિહારથી ચૂંટણી લડશે.

ABOUT THE AUTHOR

...view details