લોકસભા ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે ત્યાં રાજધાની દિલ્હીમાં હજુ સુધી કોણ કોણ કોને ટક્કર આપશે તેમાં જ રાજકીય પાર્ટીઓ ફસાયેલી છે.
કોંગ્રેસે 'આપ'ને છેલ્લે સુધી લટકાવી રાખ્યું, દિલ્હીમાં 6 ઉમેદવારો જાહેર કરી દીધા - candidates list
નવી દિલ્હી: દિલ્હીમાં આમ આદમી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન છેલ્લે સુધી ન થયું. આખરે કોંગ્રેસે પોતાના 6 ઉમેદવારો જાહેર કરી દીધા છે.
design
કોંગ્રેસ પોતાની ચાલ હવે સ્પષ્ટ કરી દીધી છે કે, રાજધાનીમાં એકલા હાથે ચૂંટણી લડશે. કોંગ્રેસે જાહેર કરેલી 6 ઉમેદવારોની યાદીમાં જોઈએ તો નોર્થ દિલ્હીમાંથી પૂર્વ મુખ્યપ્રધાન શીલા દિક્ષીત, ચાંદની ચૌકથી જેપી અગ્રવાલ, પૂર્વીય દિલ્હીથી અરવિંદ સિંહ લવલી, નવી દિલ્હીથી અજય માકન, ઉત્તર પશ્ચિમ દિલ્હીથી રાજેશ લિલોથિયા અને પશ્ચિમી દિલ્હીથી મહાબલ મિશ્રા ચૂંટણી લડશે.