ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ક્યુકી મંત્રી ભી કભી ગ્રેજ્યુએટ થી, કોંગ્રેસે સ્મૃતિ ઈરાની પર કટાક્ષ કર્યો

ન્યૂઝ ડેસ્ક: કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ ગુરુવારે અમેઠી લોકસભા સીટ પરથી ઉમેદવારી પત્ર ભર્યું હતું. નામાંકનમાં આપેલા આવેદન મુજબ ઈરાનીએ એફિડેવીટમાં કહ્યું છે કે, તે ગેજ્યુએટ નથી. તેમને અભ્યાસમાં વચ્ચેથી કોલેજ છોડવી પડી હતી. ત્યાર બાદ કોંગ્રેસ આ વિષયને લઈ સ્મૃતિ ઈરાની પર કટાક્ષ કરાવના ચાલુ કરી દીધા છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે, એફિડેવીટમાં દર્શાવ્યા પ્રમાણે ઈરાનીએ અગાઉ આપેલું એફિડેવીટ ખોટું હતું એટલા માટે તેમનું નામાંકન રદ કરવામાં આવે.

સ્મૃતિ ઈરાની

By

Published : Apr 12, 2019, 12:58 PM IST

પાર્ટી પ્રવક્ત પ્રિયંકા ચતુર્વેદીએ ટીવી સીરીયલ 'ક્યોંકી સાસ ભી કભી બહુ થી' થીમ લાઈન પર સ્મૃતિ ઈરાની પર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું હતું કે, ક્વોલિફિકેશનનું રૂપ બદલે છે, નવા નવા રૂપમાં આવો છો, એક ડિગ્રી આવે છે, એક ડિગ્રી જાય છે,

કોંગ્રેસ પ્રવક્તાએ વધુમાં જણાવ્યું હતું કે, ઈરાની વારંવાર પોતાની ડિગ્રી નામાંકનમાં ખોટી બતાવી રહ્યા છે. હવે પાછું ફરી એક વાર તેમનું જૂઠ સામે આવી ગયું છે. આજે હકીકત સામે આવી ગઈ છે.

ABOUT THE AUTHOR

...view details