ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રાહુલ ગાંધી એકના બે ન થયા ! આખરે રાજીનામું આપી નવા અધ્યક્ષ શોધવા ભલામણ કરી - party president

નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બુધવારના રોજ કહ્યું હતું કે, કોઈ પણ જાતનું મોડુ કર્યા વગર જલ્દીથી પાર્ટીએ અધ્યક્ષની પસંદગી કરી લેવી જોઈએ. રાહુલ ગાંધીએ સંસદના પટાંગણમાં કહ્યું હતું કે, હું કોંગ્રેસના નવા અધ્યક્ષની પસંદગી પ્રક્રિયામાં સામેલ નથી. રાહુલ ગાંધીએ પોતાના પદેથી રાજીનામું આપી એક પત્ર લખ્યો છે, જેમાં તેમણે આ વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો.

ians

By

Published : Jul 3, 2019, 3:48 PM IST

Updated : Jul 3, 2019, 4:29 PM IST

રાહુલ ગાંધીએ આ પત્રમાં લખ્ય હતું કે, 2019માં મળેલી હાર માટે હું જવાબદાર છું તેથી આ પદેથી રાજીનામું આપવું મારી જવાબદારી બને છે.તેમણે આગળ લખ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીની સેવા કરવા મારા માટે ગર્વની વાત છે, પાર્ટીના વિકાસ માટે જવાબદારી નક્કી કરવી જરૂરી છે.કોંગ્રેસ અધ્યક્ષ પદ પર બની રહેવું મારા માટે ગર્વની વાત હતી.પાર્ટીને મળેલી હાર માટે તમામને જવાબદાર ઠેરવવા યોગ્ય નથી, પાર્ટી અધ્યક્ષ હોવાના નાતે હું જ આ પદેથી રાજીનામું આપું છે. જેનો પાર્ટીએ સ્વીકાર કરવો જોઈએ તથા નવા અધ્યક્ષની જલ્દીથી પસંદગી કરવી જોઈએ.

લોકસભા ચૂંટણીમાં પાર્ટીને જ્યારે કારમી હારનો સામનો કરવો પડ્યો છે ત્યારથી રાહુલ ગાંધીએ પોતાના પદ પરથી હટી જવાનો નિર્ણય કર્યો છે.તેમણે પાર્ટી અધ્યક્ષ પદેથી રાજીનામું આપવાની વાત કરી છે જેને પાર્ટીએ હજૂ સુધી સ્વીકાર્યું નથી.લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને 542માંથી ફક્ત 52 સીટ જ મળી હતી.

Last Updated : Jul 3, 2019, 4:29 PM IST

ABOUT THE AUTHOR

...view details