ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વારાણસીથી વડાપ્રધાન મોદીને ટક્કર આપશે કોંગ્રેસના અજય રાય - ajay rai

ન્યૂઝ ડેસ્ક: વારાણસી લોકસભા સીટ પરથી ભાજપમાંથી વડાપ્રધાન મોદીની સામે કોંગ્રેસ અજય રાયને મેદાનમાં ઉતાર્યા છે. અજય રાય 2014માં પણ મોદી સામે ચૂંટણી લડ્યા હતાં. તો સાથે સાથે કોંગ્રેસ આજે ગોરખપુર સીટમાં પણ નામ જાહેર કર્યું છે જ્યાં ગોરખપુરમાં ભાજપના રવિ કિશનને મધુસૂદન તિવારી હવે ટક્કર આપશે.

file

By

Published : Apr 25, 2019, 1:07 PM IST

કોંગ્રેસે આજે વડાપ્રધાન મોદી સામે કોણ ટક્કર આપશે તે રહસ્યને હવે ખતમ કરી નાખ્યું છે. આખરે આ હાઈ પ્રોફાઈલ સીટ પર કોંગ્રેસે નામ જાહેર કરી દીધું છે. થોડા કલાક પહેલા સુધી એવી અટકળો ચાલતી હતી કે, આ સીટ પર કોંગ્રેસ પ્રિયંકા ગાંધીને મેદાનમાં ઉતારી શકે છે. આપને જણાવી દઈએ કે, આ વારાણસી સીટ પરથી વડાપ્રધાન મોદીએ 2014માં શાનદાર જીત મેળવી હતી. જ્યાં મોદીએ 5 લાખ 81 હજાર મતથી જીત્યા હતા.જ્યારે કોંગ્રેસના ઉમેદવાર અજય રાયને 75 હજાર મત જ મળ્યા હતાં.અજય રાય 2014માં ત્રીજા નંબરે રહ્યા હતાં. જ્યારે બીજા નંબરે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ રહ્યા હતાં.

ABOUT THE AUTHOR

...view details