આજે સદનમાં વાયુસેના માટે રોકવામાં આવેલા રોકાણની CAG રીપોર્ટ અંગે પણ ચર્ચા થઇ શકે છે.
આ પહેલા કોંગ્રેસે સંસદમાં પાર્લિયામેંટ્રી કમેટીની બેઠક કરી હતી, આ બેઠકમાં લોકસભા અને રાજયસભાના બઘા જ કોંગ્રેસ સાંસદ હાજર હતા. આશા છે કે સત્રના છેલ્લા દિવસે દરેક મુદ્દા પર ચર્ચા થશે.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી અને પુર્વ પીએમ મનમોહન સિંહ, પાર્ટી નેતા મલ્લિકાર્જુન ખડગે અને અન્ય કોંગ્રેસના નેતાઓએ આ સભામાં હાજરી આપી હતી.
ચૂંટણી પહેલાના અંતિમ સત્રમાં જે મુદ્દા સદનમાં ઉઠાવવામાં નહી આવ્યા તે મુદ્દા જનતા સુધી કેવી રીતે પહોંચાડવા તેના પર કોંગ્રેસ ખુલીને ચર્ચા કરી શકે છે.