મધ્યપ્રદેશ : મધ્યપ્રદેશના રાજકીય ડ્રામામાં હવે નવો મોડ આવ્યો છે. સુવાસરાથી કોંગ્રેસ ધારાસભ્ય હરદીપ ડંગે રાજીનામુ આપી દીધું છે. જ્યારે ગત બે દિવસોથી ગાયબ ધારાસભ્યોએ કોંગ્રેસના બીજેપી પર ધારાસભ્યોનું અપહરણ કરીને બંધક બનાવવાના આરોપોને ફગાવી દીધા છે.
કોંગ્રેસ ધારાસભ્ય હરદીપ ડંગે પોતાનું રાજીનામું વિધાનસભા સચિવાલય અને મુખ્યપ્રધાનને સોંપી દીધું છે. બાકી ત્રણ ધારાસભ્યો પણ પાછા ફર્યા નથી. એવામાં મધ્યપ્રદેશ વિધાનસભામાં કોંગ્રેસની પાસે 113 ધારાસભ્યો બચ્યા છે. બીજેપીપાસે 107 એમએલએ છે. 230 સદસ્યો વાળી વિધાનસભામાં હાલ બે સદસ્યોના નિધનથી સંખ્યા 228 છે. એવામાં કોંગ્રેસને બે બસપા, એક સપા અને ચાર અપક્ષ ધારાસભ્યોનું સમર્થન હાંસલ છે પરંતુ એક અપક્ષ પણ ગાયબ છે.