આ બેઠકમાં ગુલામ નબી આઝાદ, મલ્લિકાર્જુન ખડગે, અંબિકા સોની, મોતી લાલ વોરા સહિત કેટલાક નેતા સામેલ થયા હતાં.
મહારાષ્ટ્રમાં સંકટ: સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં કોંગ્રેસની બેઠક યોજાઈ
નવી દિલ્હી: મહારાષ્ટ્રમાં સરકારના ગઠબંધનને લઈને ભાજપ સરકાર અને શિવસેના વચ્ચે ધમાસાણ ચાલી રહ્યું છે જેને લઈને શનિવારના રોજ દિલ્હીમાં બેઠક યોજાઇ હતી. ઉલ્લેખનીય છે કે આ બેઠક કોંગ્રેસના વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં યોજાઇ હતી.
ઉલ્લેખનીય છે કે, બેઠક બાદ સોનિયા ગાંધીએ મોદી સરકાર પર શાબ્દિક પ્રહાર કરતા કહ્યું કે, પ્રથમ ક્વાર્ટરમાં GDP ગ્રોથ માત્ર પાંચ ટકા છે. જ્યારે બેરોજગારીનું સ્તર 8.5 ટકા છે. મોદી સરકારની નોટબંધી, GST અને આર્થિક નિર્ણયોના પરિણામ રૂપે છેલ્લા છ વર્ષમાં 9 લાખ લોકો તેમની નોકરી ગુમાવી ચૂક્યા છે.
મહારાષ્ટ્રમાં સરકાર ગઠનને લઈને મહારાષ્ટ્રમાં સરકારની રચના અંગે મૂંઝવણની સ્થિતી છે. શિવસેના અને ભાજપ એક બીજાની વિરુદ્ધ નિવેદનો આપી રહ્યા છે. તે દરમિયાન કોંગ્રેસ અને NCPએ પોતાના પત્તા ખોલ્યા નથી. પરંતુ, સૌથી રસપ્રદ વાત એ છે કે, મહારાષ્ટ્રમાં આ કોઈ નવી બાબત નથી. આ પહેલા કોંગ્રેસ અને NCP વચ્ચે પણ આવું જ ધમાસાણ હતું જેવું આજે ભાજપ અને શિવસેના વચ્ચે છે.