કર્ણાટક પ્રદેશ કોંગ્રેસે એક પ્રકાશનમાં કહ્યું હતું કે, અખિલ ભારતીય કોંગ્રેસ કમેટીએ પાર્ટી વિરોધી ગતિવિધિયોના કારણે બાગી ધારાસભ્ય આર રોશન બેગની વિરૂદ્ધ કાર્યવાહી કરવા માટે કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા મોકલેલા પ્રસ્તાવને મંજૂરી આપી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, તેમણે આ મામલામાં થયેલી તપાસના આધારે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
કર્ણાટક: કોંગ્રેસના દિગ્ગજ નેતા રોશન બેગ પાર્ટીમાંથી સસ્પેન્ડ - national news
બેંગલુરૂ: કોંગ્રેસે પાર્ટી વિરોધી ગતિવિધિયોના કારણે બાગી ધારાસભ્ય રોશન બેગને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે.
કર્ણાટક: કોંગ્રેસના દિગ્ગજ નેતા રોશન બેગ પાર્ટીમાંથી સસ્પેન્ડ
ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણીમાં પાર્ટીના ખરાબ પ્રદર્શનને લઈને કોંગ્રેસના નેતાઓ પર પ્રહાર કરતા શિવાજીનગરના ધારાસભ્ય બેગે લોકસભામાં ફ્લોપ શો માટે સિદ્વારમૈયાના અંહકાર અને કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ દિનેશ ગુંડૂની અપરિપકતાને જવાબદાર ગણાવી હતી.