લખનઉઃ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની પ્રશંસા કરતા કહયું કે, મજૂરોને અન્ય રાજ્યોમાંથી પરત લાવવા માટે CMએ જે પગલું ઉઠાવ્યું છે, તે સાર્થક છે અને UP સરકાર આ મુદ્દે સતત કાર્ય કરી રહી છે.
પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરતા લખ્યું કે, 'અન્ય રાજ્યોમાં ફસાયેલા UPના મજૂરોને પરત લાવવાની પહેલ પર ઉત્તર પ્રદેશ સરકારનો આભાર. અમે સતત આ મુદ્દા પર ધ્યાન રાખી રહ્યા છીએ અને આ દિશામાં એક સાર્થક પગલું છે.'