કુરૈશીએ PM મોદી પર આરોપ લગાવ્યો કે, તમેણે પ્લાન કરીને પુલવામા હુમલો કરાવ્યો, જેથી તક મળી શકે જનતા બધુ સમજે છે.
પુલવામા હુમલો PMનું ષડયંત્ર: પૂર્વ રાજ્યપાલ અઝીઝ કુરૈશી - lok sbha election
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને મિઝોરમના રાજ્યપાલ રહેલા કોંગ્રેસ નેતા અઝીઝ કુરૈશીએ પુલવામા હુમલાને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમને પુલવામા હુમલાને લઈને PM મોદી પર આરોપ લગાવ્યો કે, જમ્મુ કાશ્મીરના પુલવામમાં થયેલો હુમલો તેમનું ષડયંત્ર હતું.
ફાઈલ ફોટો
કુરૈશીએ કહ્યું કે, મોદી ઈચ્છે છે કે, 42 શહિદોની હત્યા કરાવીને, તેમની ચિત્તાઓની રાખથી પોતાનો રાજતિલક કરે.
જણાવી દઈ કે, 14 ફેબ્યુઆરી જમ્મુ કાશ્મીરના પુલવામામાં CRPFના કાફલા પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. જેમાં CRPFના 40 જવાન શહીદ થયા હતા. જે બાદ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં આતંકવાદીઓના ઠેકાણાઓ પર એર સ્ટ્રાઈક કરી હતી.