ગુજરાત

gujarat

ETV Bharat / bharat

લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસે અપનાવ્યું સૂત્ર-અબ હોગા 'ન્યાય' - lok sabah election

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસે એક સૂત્ર અપનાવ્યું છે અને તેને લઈ પોસ્ટર પણ પ્રકાશિત કરી દીધું છે. ચૂંટણીની તારીખો જાહેર થતાં જ તમામ રાજકીય પાર્ટીઓ જોર શોરથી પ્રચારમાં જોતરાઈ ગયા છે. તમામ પક્ષ અને દળ મતદાતાઓને રીઝવવાના પ્રયાસો કરતા હોય છે. સારા સારા વાયદાઓ સાથે ટેગ લાઈનનો પણ ઉપયોગ કરતા હોય છે. કોંગ્રેસ પણ હવે આ રીતે 'અબ હોગા ન્યાય' સૂત્ર સાથે ચૂંટણી લડશે.

અબ હોગા ન્યાય

By

Published : Apr 7, 2019, 3:46 PM IST

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અગાઉ જાહેરાત કરી હતી કે, જો કોંગ્રેસ સત્તામાં આવશે તો ગરીબ પરિવારને વાર્ષિક 72 હજાર આપવામાં આવશે. જેનું નામ 'ન્યાય યોજના' રાખવામાં આવ્યું છે. કોંગ્રેસે ઢંઢેરામાં જાહેરાત કરી છે કે, સત્તામાં આવશે તો 20 ટકા ગરીબ પરિવારને વાર્ષિક 72 હજાર આપવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details