પ્ર: કૉંગ્રેસ તેની રણનીતિમાં ક્યાં માર ખાય છે?
સંજય ઝા: કૉંગ્રેસ સંગઠિત નહીં થઈને અત્યારે ભાજપને મદદ કરી રહી છે. અમારી વિચારધારા ભિન્ન છે. કૉંગ્રેસ બિનસાંપ્રદાયિક, ઉદારવાદી, લોકતાંત્રિક, પ્રગતિશીલ અને સહિષ્ણુ છે. આપણે તેને નબળી અને દુર્બળ થવા દઈને આ રાજકીય સંસ્થાની મહાન કુસેવા કરી રહ્યા છીએ. શ્રી ગાંધીએ રાજીનામું આપ્યું ત્યારથી આપણી પાસે પક્ષના પ્રમુખ નથી અને તેને એક વર્ષથી વધુ થવા આવ્યું. હવે આપણે આગળ વધવું રહ્યું. એનો કોઈ અર્થ નથી કે નવી લોકસભા ચૂંટણી માટે પક્ષનો કોઈ પ્રસિદ્ધ ચહેરો નથી. તે ક્યારનો હોવો જોઈતો હતો. જો આપણે તે નહીં કરીએ તો આપણે ભાજપનું કામ ખૂબ જ સરળ બનાવી દઈ રહ્યા છીએ.
પ્ર: શું તમે સંમત છો કે અત્યારે પક્ષમાં બે જૂથો તેમના પ્રમુખને પસંદ કરવામાં બે અલગ મતો ધરાવે છે?
સંજય ઝા: કોઈ પણ ચર્ચાની હંમેશાં બે બાજુ હોય છે. ત્રીજી બાજુ પણ હોઈ શકે છે. પરંતુ મોટો મુદ્દો એ છે કે કૉંગ્રેસ પક્ષ આજે અસ્તિત્વની કટોકટીનો સામનો કરી રહી છે. લોકસભાની બે ચૂંટણીમાં હાર થઈ. તેમાં કુલ મળીને 100 બેઠક પણ મેળવી શકી નથી. અમે અનેક રાજ્યો ગુમાવ્યાં છે. સ્પષ્ટ રીતે, અમારામાં સમસ્યા છે.
બીજો મુદ્દો એ છે કે અમે એમ કહી રહ્યા છીએ કે ભાજપ લોકશાહી વિરોધી છે. પરંતુ કોઈએ એમ પૂછવાની જરૂર છે કે કૉંગ્રેસ પક્ષની અંદર, આપણે છેલ્લે ક્યારે ચૂંટણી યોજી હતી? કૉંગ્રેસ પક્ષ માટે નવા નેતા કે જે માત્ર પક્ષની અંદરના માળખાને જ નહીં પરંતુ વિપક્ષને કઈ રીતે ટક્કર આપવી અને લોકોનાં મન કેમ જીતવા આપે તે માટે નવોનક્કોર અભિગમ અને વલણ આપે, તેની શોધ કરવાની જરૂર છે.
પ્ર: રાજ્ય સભાની ચૂંટણી આવી રહી છે, પરંતુ તેમાં કૉંગ્રેસના ધારાસભ્યોનાં રાજીનામાં પડી રહ્યાં છે. ગુજરાતના ધારાસભ્યો પક્ષ છોડી રહ્યા છે. આવનારી ચૂંટણી માટે તૈયારીની રણનીતિમાં કૉંગ્રેસની ક્યાં ચૂક રહી ગઈ?
સંજય ઝા: વર્ષ 2017માં પાછા જાવ જ્યારે શ્રી ગાંધીએ ગુજરાત માટે પ્રચાર કર્યો હતો અને ત્યારે તે સૌથી મોટો ચર્ચાનો મુદ્દો બની ગયો હતો કે ભાજપને પૈસા માટે દોડતી કરી દીધી હતી. પરંતુ અત્યારે આપણે શું છીએ તે જુઓ. જે અમારી વિજેતા બેઠક જીતીને આવ્યા હતા તે જ ધારાસભ્યો હવે અમને છોડીને જઈ રહ્યા છે અને ભાજપમાં જઈ રહ્યા છે. કૉંગ્રેસની આ જ સમસ્યા છે. આપણે આપણા લોકોને શા માટે જાળવી નથી શકતા? તેનો અર્થ એ થાય છે કે જે લોકો કૉંગ્રેસની ટિકિટ પર જીતે છે તે લોકો જ કૉંગ્રેસની વિચારસરણીમાં માનતા નથી.
ભાજપ નાણાં, સીબીઆઈ કે આવકવેરાનો નો દુરુપયોગ કરી રહ્યો છે તેવો દોષારોપણ તેના પર કરવો સરળ છે, પરંતુ તે સફળ શા માટે થાય છે? શા માટે એક કૉંગ્રેસી ગમે તેટલું દબાણ કે પ્રલોભન હોય તો પણ કૉંગ્રેસમાં રહી શકે નહીં? કૉંગ્રેસ પક્ષની અક્ષમતા જ તેના લોકોને જવા માટે છૂટ દઈ રહી છે.