સંજય નિરુપમે ટ્વીટ કર્યું હતું કે, તેમણે વિધાનસભાની ચૂંટણી માટે મુંબઈમાં એક ઉમેદવાર માટે ટિકિટ માગી હતી, પણ પાર્ટીએ તેનો અસ્વિકાર કર્યો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અગાઉ પણ હું કહી ચૂક્યો છું કે, આવી પરિસ્થિતીમાં હું પાર્ટીનો પ્રચાર કરીશ નહીં, અને આ અંતિમ નિર્ણય છે.
એક ટિકિટ માગી હતી, એ પણ ન મળી ! લાગે છે કોંગ્રેસ છોડવી પડશે: સંજય નિરુપમ
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝાટકો લાગ્યો છે. મહારાષ્ટ્રમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા સંજય નિરુપમે આગામી ચૂંટણીમાં પ્રચાર કરવાની ના પાડી દીધી છે. સાથે જ તેમણે એમ પણ જણાવ્યું હતું કે, ટૂંક સમયમાં જ કોંગ્રેસ પાર્ટી છોડી દેશે.
latest news of sanjay nirupam
તેમણે ટ્વીટમાં જણાવ્યું છે કે, હાલમાં પાર્ટી છોડવાનો વખત નથી, પણ પાર્ટી જે રીતે વ્યવહાર કરી રહી છે તે જોતા લાગે છે કે, એ દિવસ હવે બહું દૂર નથી.