ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રાહુલ અમેઠી સહિત કેરળની વાયનાડ બેઠકથી લોકસભા ચૂંટણી લડશે

નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ઉત્તરપ્રદેશની અમેઠી અને કેરળની વાયનાડ બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડશે. આ અંગે કોંગ્રેસ પાર્ટીએ એક જાહેરતા કરી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા એકે એન્ટોનીએ કહ્યું કે, આ બહુ જ ખુશીની વાત છે.

By

Published : Mar 31, 2019, 11:54 AM IST

ફાઈલ ફોટો

ઉલ્લેખનીય છે કે, ગત અઠવાડીયે માંગ ઉઠી હતી કે, રાહુલ ગાંધી દક્ષિણ ભારતથી ચૂંટણી લડી શકે છે. કેરળ, તમિલનાડુ, કર્ણાટકથી આ માંગ ઉઠી હતી. કોંગ્રેસે રાહુલ ગાંધીએ વાયનાડ બેઠક પરથી પણ ચૂંટણી લડશે, તેની જાહેરાત કરી છે. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, અમેઠી સાથે રાહુલનો સંબધ ગાઢ છે.

તમને જણાવી દઈએ કે, ગત દિવસોમાં રાહુલ ગાંધીની કેરળની વાયનાડ બેઠક પર ચૂંટણી લડવાની ચર્ચા હતી. ઉત્તરપ્રદેશના અમેઠીમાં રાહુલ ગાંધી અને ભાજપના સ્મૃતિ ઈરાની વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળશે. રાહુલ ગાંધી 2004થી અમેઠીના સાંસદ છે. અમેઠી ગાંધી પરિવારની પરપરાંગત બેઠક છે.

ABOUT THE AUTHOR

...view details