આચાર્ય પ્રમોદે મીડિયાને કહ્યું કે, ભાજપ રામમંદિર પર ફક્ત રાજકારણ કરે છે. PM મોદી અને ગૃહપ્રધાન રાજનાથ સિંહ મંદિર નિર્માણ માટે પાંચ વર્ષોમાં 5 મિનિટનો સમય પણ નથી આપ્યો. ભાજપ મંદિર નિર્માણને લઈને ગંભીર નથી.
કોંગ્રેસની સરકાર આવતા રામમંદિરનો માર્ગ મોકળો થશે: આચાર્ય પ્રમોદ - bjp
લખનઉ: લોકસભા ચૂંટણીમાં ગાયબથી ગયેલા રામમંદિર મુદ્દાને કોંગ્રેસે હવા આપી છે. લખનઉ લોકસભા બેઠકથી કોંગ્રેસ ઉમેદવાર આચાર્ય પ્રમોદ કૃષ્ણમને રવિવારે કહ્યું કે, કોંગ્રેસની સરકાર આવતા તેઓ અયોધ્યામાં રામમંદિરના નિર્માણનો માર્ગ મોકળો કરશે.
સ્પોટ ફોટો
તેમણે કહ્યું કે, મંદિર નિર્માણ માટે બદા પક્ષકારો અને ધર્મગુરુઓ સાથે વાત કરશે. ભાજપ મંદિર નિર્માણના નામ પર ફક્ત પ્રોપેગૈંડા કર છે. ત્રણ તલાક પર ત્રણ વાર અધ્યાદેશ લાવ્યા, પરંતુ મંદિર નિર્માણ માટે અધ્યાદેશ નથી લાવ્યા.
કોંગ્રેસ ઉમેદવારે કહ્યું કે, રામમંદિરનું નિર્માણ વિશ્વના કરોડો રામ ભક્તોની આસ્થાનો સવાલ છે. આસ્થાનો સવાલ કોર્ટમાં હલના થઈ શકે. સુપ્રીમ કોર્ટે વાતચીતથી મામલા સમાધાન લાવવાની વ્યવસ્થા કરી દીધી છે.