જો કે, ભાજપના નેતા સંબિત પાત્રાએ આ આરોપનું ખંડન કરતા જણાવ્યું હતું કે, રૅલી દરમિયાન કોઈકે તેમને આ મૂર્તિ ભેટમાં આપી હતી અને તેમણે તો ફક્ત તેનું માન જ રાખ્યું હતુ. તો બીજી તરફ મંદિર સેવક દશ મોહાપાત્રાએ જણાવ્યું હતું કે, ચૂંટણી રૅલી દરમિયાન ભગવાન જગન્નાથને વાહનમાં લઈ જવા એ સંસ્કૃતિની વિરુદ્ધ છે. વાર્ષિક રથયાત્રા મહોત્સવ દરમિયાન ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવામાં આવે છે.
સંબિત પાત્રાને ભગવાનની મૂર્તિ સાથે રૅલી યોજવી પડી મોંઘી, ECમાં નોંધાઈ ફરીયાદ
ન્યૂઝ ડેસ્ક: ભાજપના પ્રવક્તા અને ઓડિસાની પુરી લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર સંબિત પાત્રાને ભગવાન જગન્નાથની મૂર્તિ સાથે રૅલી કરવી મોંઘી પડી છે. સંબિત પાત્રાએ રૅલી દરમિયાન પોતાની ગાડીમાં ભગવાનની મૂર્તિ રાખતા મંદિરના સેવકો અને કોંગ્રેસે વિરોધ કર્યો છે.
ફાઈલ ફોટો
મુખ્ય ચૂંટણી અધિકારીને ફરિયાદમાં કોંગ્રેસે જણાવ્યું કે,"ચૂંટણી રૅલીમાં ભગવાન જગન્નાથની મૂર્તિ પાત્રાના હાથમાં હતી અને તેઓ મૂર્તિને બતાવી રહ્યા હતા. ત્યારબાદ તેમની આ તસ્વીરો સોશિયલ મીડિયા પર પણ શેર કરવામાં આવી હતી.
મંગળવારે કોંગ્રેસે મુખ્ય ચૂંટણી અધિકારીને આ અંગેની ફરિયાદ કરી અને કહ્યું કે, સંબિત પાત્રાએ રાજકીય ફાયદા માટે ભગવાન જગન્નાથનો ઉપયોગ કર્યો છે. તેથી આ ચૂંટણી આચાર સંહિતાનું ઉલ્લંઘન છે.