યોગી આદિત્યનાથે રાજ્યપાલ રામ નાઈકને પછાત વર્ગ કલ્યાગ અને દિવ્યાંગ જન કલ્યાણ પ્રધાન ઓમપ્રકાશ રાજભરને પ્રધાન મંડળમાંથી બરતરફ કરવાની ભલામણ કરી હતી. નોંધનીય છે કે, ઓમપ્રકાશ રાજભર લાંબા સમયથી ભાજપ સરકાર વિરુદ્વ આવાજ ઉઠાવી રહ્યા હતા. રાજ્યપાલે યોગીની ભલામણને મંજૂરી આપી દીધી છે.
યોગી એક્શનમાં રાજભરને પ્રધાન મંડળમાંથી કર્યા બરતરફ, જાણો રાજભરે શું કહ્યુુ.. - Ram Naik
લખનઉ: ઉત્તર પ્રદેશ સરકારમાં પ્રધાન રહેલા ઓમ પ્રકાર રાજભર હંમેશા પોતાના બગાવતી તેવર માટે ઓળખવામાં આવે છે. તેમણે ઘણીવાર પાર્ટીને રાજીમાનું પણ આપ્યું છે, પરંતુ તે મંજૂર નથી કરવામાં આવ્યું. UPના મુખ્યપ્રધાન યોગીએ રાજ્યપાલ રામ નાઈકને રાજભરને પ્રધાનમંડળમાંથી બરતરફ કરવાની ભલામણ કરી છે. જેની પર રાજ્યપાલને પોતાની મંજૂરી આપી દીધી છે.
ફાઈલ ફોટો
ઉલ્લેખનીય છે કે, લોકસભાની ચૂંટણી સમાપ્ત થતા જ મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે રાજ્યપાલને ઓમપ્રકાશ રાજભરને બરતરફ કરવાની ભલામણ કરી અને રાજ્યપાલે તેની મંજૂરી પણ આપી દીધી છે.
Last Updated : May 20, 2019, 2:16 PM IST