ઉત્તર પ્રદેશ: મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથના પિતા આનંદસિંહ બિષ્ટને તબિયત લથડતા ગંભીર હાલતમાં દિલ્હી AIIMSમાં દાખલ કરવામાં આવ્યા છે.
સરકારના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા મુજબ, તેમની હાલત નાજુક છે અને તેમને AIIMSમાં લાઈફ સપોર્ટ સિસ્ટમ પર છે. લીવર સંબંધિત સમસ્યાઓના કારણે છેલ્લા કેટલાક દિવસથી તેમને AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેમની સારવાર ચાલી રહી છે.
ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગીના પિતાની હાલત ગંભીર, AIIMSમાં દાખલ કરાયા ઉત્તર પ્રદેશના અતિરિક્ત મુખ્ય સચિવ ગૃહ અને માહિતી અવનીશ અવસ્થીએ તાજેતરમાં ફોન પર ઇટીવી ભારતના સંવાદદાતાને જણાવ્યું હતું કે, મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથના પિતા આનંદ સિંહ બિષ્ટ હાલમાં દિલ્હી AIIMSમાં દાખલ છે અને લાઈફ સપોર્ટ સિસ્ટમ પર છે.
AIIMSના વરિષ્ઠ ડૉકટરો સતત તેના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે છે અને તેની સારવાર કરે છે. ગેસ્ટ્રોલોજી વિભાગના ડૉકટરો દ્વારા તેમની સારવાર કરવામાં આવી રહી છે, પરંતુ તેમની હાલત ગંભીર છે.