ગોરખપુર: ગૌરક્ષાપીઠધીશ્વર અને ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે શનિવારે સવારે શક્તિ મંદિરમાં આદર અને સામાજિક અંતરના ધોરણોના પાલન સાથે રૂદ્રાભિષેક કર્યો હતો. આ દરમિયાન તેમને કોરોના વાઈરસ સામે લડતા સમગ્ર વિશ્વના કલ્યાણ, મુક્તિ, સમૃદ્ધિ અને શાંતિ માટે દેવાધિ દેવ ભગવાન શિવને પ્રાર્થના કરી હતી.
યોગી શનિવારે સવારે સ્નાન અને ધ્યાન કર્યા પછી આશ્રમમાંથી બહાર આવ્યા, ત્યારે તેમણે ગુરૂ ગોરખનાથ અને અખંડ જ્યોતિની પૂજા કરી હતી. તે બાદ બ્રહ્મલીન મહંત અવેદ્યનાથની સમાધિ પર ગયા અને તેમના આશીર્વાદ લીધા હતા. તેમણે મંદિર સંકુલની મુલાકાત દરમિયાન ગૌશાળામાં લગભગ 30 મિનિટ વિતાવી હતી.