વિજય રુપાણીએ કહ્યું કે, કોંગ્રેસ ભ્રષ્ટાચારને પ્રોત્સાહન પુરુ પાડનારી સરકાર છે. તેમના શાસન કાળમાં ઘણા ગોટાળા થયા છે. તેમણે ગરીબો માટે કોઇ પણ પ્રકારની યોજના નથી બનાવી, જ્યાં સુધી કોંગ્રેસની સરકાર દેશમાં રહી છે ત્યાં સુધી આતંકવાદી પ્રવૃતિઓમાં વધારો થયો છે.
વિજય રૂપાણીએ દિલ્હીમાં સંબોધી સભા કહ્યું, BJP ભારે મત સાથે જીતશે
નવી દિલ્હી: પશ્ચિમ દિલ્હીની લોકસભા સીટના BJP ઉમેદવાર પ્રવેશ વર્માના સમર્થનમાં ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ રઘુવીર નગરમાં એક સભાને સંબોધન કર્યુ હતું. સભા શરૂ કરતા પહેલા તેઓ પ્રખ્યાત ઘોડા વાળા મંદિરમાં દર્શન કરવા ગયા હતા. તેમણે જણાવ્યું કે, BJP ભારે વોટથી જીત મેળવશે.
સ્પોટ ફોટો
સાથે જ BJP સરકારના સારા કાર્યો ગણાવતા તેમણે કહ્યું કે, આતંકવાદને નાબૂદ કરવા માટેના દરેક પ્રયાસ BJP સરકાર દ્વારા કરવામાં આવ્યા છે. જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓના પ્રવેશ પર નજર રાખવામાં આવે છે, અને આજે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથમાં દેશ સુરક્ષિત છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, BJPની ભારે મત સાથે જીત થશે, વિપક્ષ ઘણું નારાજ છે. પરિણામ વિશે વિચારીને તેઓ ચિંતામાં મુકાઇ ગયા છે.