ગુજરાત

gujarat

ETV Bharat / bharat

નાગરિકતા સંશોધન બિલ: CM સોનોવાલે વિરોધ કરનારાઓને અફવા ન ફેલાવા કહ્યું - ગુવાહાટી

ગુવાહાટી: અસમના મુખ્યપ્રધાન સર્વાનંદ સોનોવાલેએ વિરોધ કરનારા લોકોને કહ્યું કે, નાગરિકતા સંશોધન બિલને લઇને અફવા ન ફેલાવો.

નાગરિકતા સંશોધન બિલ: CM સોનોવાલે વિરોધ કરનારાઓને અફવા ન ફેલાવા કહ્યું
નાગરિકતા સંશોધન બિલ: CM સોનોવાલે વિરોધ કરનારાઓને અફવા ન ફેલાવા કહ્યું

By

Published : Dec 11, 2019, 10:10 AM IST

જણાવી દઇએ કે, બિલ વિરૂદ્ધ ઓછામાં ઓછી 20 સંસ્થાઓ મંગળવારના રોજ સવારે 5 કલાકથી દિવસભર સુધી હડતાલનું એલાન કર્યુ હતું. તેને લઇને રાજ્યમાં જનજીવનને સારી અસર પહોંચી હતી.

સોનોવાલે મંગળવારના રોજ ગુવાહાટીમાં આયોજિત એક કાર્યક્રમમાં કહ્યું કે, રાજ્યને અસ્થિર ન થવા દેવું જોઇએ.

તેઓએ કહ્યું કે, વિશ્વના ચિત્ર પર અસમને મજબૂતીથી રાખવા આપણે સૌ એ સાથે મળીને કામ કરવુ જોઇએ. રાજ્યમાં એક મજબૂત કાર્ય, સંસ્કૃતિનું નિર્માણ બધાનું મુખ્ય લક્ષ્ય હોવુ જોઇએ અને યુવાઓને વિરોધ પ્રદર્શનમાં સામેલ થવું જોઇએ નહીં.

અસમની બ્રમ્હપુત્ર ઘાટીમાં આલ અસમ સ્ટુડેન્ટ્સ યુનિયન અને નોર્થ ઇસ્ટ સ્ટૂડેન્ટ્સ ઓર્ગેનાઇજેશન અને અન્ય સંસ્થાઓ દ્વારા નાગરિકતા સંશોધન બિલના વિરોધમાં બંધ અને હડતાલ ચાલતા સામાન્ય જનજીવનને અસર પહોંચી છે.

ABOUT THE AUTHOR

...view details