ભોપાલઃ કોરોના સામે લોકો સલામત રહી શકે તે માટે લોકડાઉનનું મહત્વ સમજાવવા મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણ ખુદ મેદાનમાં ઉતર્યા હતા. લોકોને સમજાવવા માટે શિવરાજસિંહ ચૌહાણ ભોપાલના રસ્તા ઉપર ઉતરી આવ્યા હતાં. આ સાથે તેમણે આરોગ્ય સેવા સાથે જોડાયેલા કર્મચારીઓ, પોલીસ કર્મચારીઓ, સ્થાનિક સ્વરાજ સંસ્થાના કર્મચારીઓ સહિત આવશ્યક સેવાઓ આપનારા તમામને ધન્યવાદ આપ્યા હતા.
લોકડાઉનને સફળ બનાવવા MPના મુખ્ય પ્રધાન રસ્તા પર ઉતર્યા
મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંંહ ચૌહાણ લોકડાઉનનો કડક અમલ થાય તે માટે રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા. આ ઉપરાંત તેમણે આવશ્યક સેવાઓ આપનારા તબીબો અને વહીવટી તંત્રનો પણ આભાર માન્યો હતો.
લોકડાઉનને સફળ બનાવવા MPના મુ્ખ્ય પ્રધાન રસ્તા પર ઉતર્યા
શિવરાજસિંહ ચૌહાણે મેડિકલ, શાકભાજી અને કરિયાણાની દુકાનોએ પહોંચી સોશિયલ ડિસ્ટન્સ રાખવા અને રખાવવા અપીલ કરી હતી. ઉલ્લેખનીય છે કે, મધ્ય પ્રદેશમાં અત્યાર સુધીમાં 33 દર્દીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. જ્યારે બે લોકોએ જીવ ગુમાવ્યો છે.