વિજય રૂપાણી ભાજપના ઉમેદવારોને વિજયી બનાવવા માટે પ્રચાર અભિયાનનું પણ નેતૃત્વ કરી રહ્યા છે. જેને લઇને આજરોજ રૂપાણી મધ્યપ્રદેશમાં ખાતે સાગર લોકસભા સંસદીય ક્ષેત્રના ધારસભ્ય રાજબહાદૂરસિંહજીના સમર્થનમાં પ્રચાર અભિયાનમાં જોડાશે.
આજે CM રૂપાણી મધ્યપ્રદેશમાં ચૂંટણી સભા સંબોધશે...
ગાંધીનગર: ભાજપા સરકાર દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીને ચૂંટણી પ્રચારની જવાબદારી ફાળવવામાં આવી છે. ત્યારે આગામી દિવસોમાં મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ રાજ્યમાં પણ મતદાન યોજવાનું છે. જેને લઈને મુખ્યપ્રધાન દ્વારા મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં સભાઓ ગજવશે.
CM રૂપાણી મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ચૂંટણી સભાઓ ગજવશે
મધ્યપ્રદેશમાં આવેલા રવિન્દ્રભવન ખાતે પ્રબુધ્ધ વર્ગ સંમેલન યોજવામાં આવ્યું છે. ત્યારે આજે સવારે 10 કલાકે વિજય રૂપાણી આ સંમેલનમાં સંબોધન કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્યની સંપુર્ણ જવાબદારી મુખ્યપ્રધાન વિજય રૂપાણીના શિરે નાખવામાં આવી હતી. હવે અન્ય રાજ્યોની પ્રચાર-પ્રસારની જવાબદારી પણ મુખ્યપ્રધાનને સોંપવામાં આવે તેવી આશા રાખવામાં આવી રહી છે.
Last Updated : Apr 28, 2019, 3:09 AM IST