ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઝારખંડ: કોરોના ટેસ્ટ માટે CM હેમંત સોરેનનું સેમ્પલ લેવામાં આવ્યું, રિપોર્ટની જોવાઈ રહી છે રાહ

હોમ કવોરેન્ટાઈનમાં રહેલા પ્રદેશના મુખ્યપ્રધાન હેમંત સોરેનનો શનિવારે કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે. તેનો રિપોર્ટ 48 કલાકની અંદર આવી જશે. સાવચેતીના ભાગરૂપે CM હેમંત સોરેનના નિવાસસ્થાન પર લોકોનું આવાગમન બંધ કરવામાં આવ્યું છે.

etv bharat
મુખ્યમંત્રી હેમંત સોરેનના કોરોના ટેસ્ટ માટે સેમપ્લ લેવામાં આવ્યુ

By

Published : Jul 11, 2020, 3:21 PM IST

રાંચી: હોમ કવોરેન્ટાઇનમાં રહેલા પ્રદેશના મુખ્યપ્રધાન હેમંત સોરેનનો શનિવારે કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે. સ્વાસ્થ્ય વિભાગના દ્વારા મળેલી માહિતી પ્રમાણે છેલ્લા 3 દિવસથી હોમ કવોરેન્ટાઇનમાં રહેલા મુખ્યપ્રધાન હાલ સ્વસ્થ છે.

મુખ્યપ્રધાન હેમંત સોરેન સિવાય સચિવાલયથી જોડાયેલા અધિકારીઓનો પણ કોરોનાનો ટેસ્ટ કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ રિમ્સથી નિષ્ણાંતોની એક ટીમ CM હેમંત સોરેનના ઘરે પહોંચી કોરોના માટે સેમ્પલ કલેકટ કર્યા હતા.

24થી 48 કલાકમાં આવી જશે રિપોર્ટ

તેમના રિપોર્ટ 24થી 48 કલાકોમાં આવી જશે. સ્ટેટ કેબીનેટના પ્રધાન મિથિલેશ ઠાકુર અને ઝારખંડ મુકિત મોર્ચાના વરિષ્ઠ નેતા મથુરા મહેતા કોરોના વાઇરસથી સંક્રમિત થયા બાદ મુખ્યપ્રધાને સેલ્ફ આઇસોલેશનમાં જવાનો નિર્ણય કર્યો હતો. તાજેતરમાં જ મુખ્યપ્રધાન બંને નેતાને મળ્યા હતા. જેથી આવી સ્થિતિમાં તેમણે ઘરમાં કવોરેન્ટાઇન રહેવાનું નક્કી કર્યું છે.

સીએમના હોમ કવોરેન્ટાઇનનો ત્રીજો દિવસ

શનિવારે મુખ્યપ્રધાનના હોમ કવોરોન્ટાઇનનો ત્રીજો દિવસ થશે. આ સમય દરમિયાન, તેમના તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. તેમજ તેમના મુખ્ય સચિવ રાજીવ અરુણ, પ્રેસ સલાહકાર અભિષેક પ્રસાદ અને કટોકટી સચિવ સુનિલ શ્રીવાસ્તવની પણ તપાસ કરવામાં આવશે. સાવચેતી રૂપે લોકોના CM નિવાસસ્થાન પર આવવાનું બંધ કરવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details