જયપુરઃ રાજસ્થાનમાં સરકાર પર સંકટ એક રાજકીય બેબ સીરિજ જેવું થઈ ગયું છે, જેમાં નવા નવા એપિસોડ જોડાતા જ જાય છે. રાજનીતિક ડ્રામામાં પાયલટ બગાવતની કહાનીનો કોંગ્રેસની શરતોને આધીન ત્યારે સુખદ અંત આવ્યો જ્યારે તમામ બળવાખોરો સુરક્ષિત પરત ફર્યા અને સરકાર પડતા પડતા બચી ગઈ. પરંતુ હવે નવા એપિસોડમાં અવું લાગી રહ્યું છે કે પાયલટ જે શરતોને આધારે પરત ફર્યા હતા તે શરતોનો ગેહલોત સરકારે અમલ કર્યો નથી.
મુખ્યપ્રધાન અશોક ગેહલોતે ફરી એક વાર ભાજપ સરકાર પર તેમની સરકાને અસ્થિર કરવાની સાજિશના આક્ષેપ કર્યા છે. પંરતુ રાજકીય વિશ્લષકોને એવું લાગે છે કે આ આક્ષેપ પાછળ ખુદ ગેહલોત સરકાર નાકામ રહી હોય તેવું પણ બની શકે.
શનિવારે અશોક ગેહલોતે એક વર્ચુઅલ ઉદ્ઘાટનમાં અમિત શાહ પર નિશાન સાધતાં કહ્યું હતું કે અગાઉ ગૃહપ્રધાને કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યો સાથે એક કલાક વાત કરી તેમને લાલચ આપી હતી. જોકે આ પહેલા પણ અશોક ગેહલોત શાહ પર આક્ષેપ કરી ચુક્યા છે કે શાહ બિન બાજપ સરકારને અસ્થિર કરવા માટે ષડયંત્ર કરે છે. મહારાષ્ટ્રમાં પણ ભાજપ સત્તા માટે ષડયંત્રમાં લાગી છે.
સમાધાન અને તકરારનું કારણ
ગેહલોતના આ નિવેદન પરથી સ્પષ્ટ થાય છે કે રાજસ્થાનમાં કોંગ્રેસ અંદર ઓલ ઈજ વેલ વાળી સ્થિતિના દાવા પોકળ છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં પાર્ટીમાંથી બળવો કરનારા પાઇલટે ગેહલોત સાથે સમાધાન કરી લીધું હતું, પરંતુ જે શરતો પર પાઇલટ્સ પાર્ટીમાં પાછા ફર્યા છે તેના પર ગેહલોત સરકાર કે કોંગ્રેસ હાઈકમાન્ડે કોઈ કામ કર્યુ છે કે નહી તેના પર શંકા છે.
રાજસ્થાનમાં કોંગ્રેસની લડાઈ મુખ્યપ્રધાનના પદ માટે થઈ રહી છે, એ વાત પણ જાહેર છે કે કોંગ્રેસ ગેહલોત અને પાયલટ એમ બે ભાગમાં વહેંચાઈ ગઈ છે. બગાવત છોડી પાર્ટીમાં પરત ફર્યાના 4 મહિના બાદ પણ અત્યાર સુધીમાં સચિન પાયલટને કોઈ પણ પદ મળ્યું નથી અને તે ધારાસભ્યનો પણ કોઈ પદ નથી મળ્યું જે પોતાની પ્રતિષ્ઠા અને પદ બંને ગુમાવી ચુક્યા છે. સ્થિતિ એવી છે કે જ્યારે વિશ્વેન્દ્રસિંહ અને રમેશ મીના મંત્રીમંડળના પદો પર ગયા ત્યારે મુકેશ ભાકરને યુથ કોંગ્રેસના પ્રમુખ અને રાકેશ પરીકનો સેવા દળ પ્રમુખ પદ ગુમાવવો પડ્યું હતુ, હાલમાં તેઓ હાંસિયામાં છે. બાકીના કેટલાક ધારાસભ્યોને પંચાયતી રાજની ચૂંટણીઓ અને બોડી ચૂંટણીમાં સુપરવાઈઝર તરીકેની જવાબદારી સોંપવામાં આવી હશે, પરંતુ પાસે કરવા માટે કંઈ ન નહોતું.