નવી દિલ્હી: રાજધાની દિલ્હીના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં હર્ષ વિહાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભીષણ માર્ગ અકસ્માત થયો છે. જ્યાં DTCની ક્લસ્ટર બસ ફ્લાયઓવર પરથી નીચે ઉતરતી વખતે રસ્તાની બાજુમાં ઉભેલા લોકોને કચડી નાખયા હતા. આ અકસ્માતમાં 3 લોકોના મોત નીપજ્યા હતા અને ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
દિલ્હીમાં DTC ક્લસ્ટર બસે રોડ પાસે ઉભા લોકોને કચડી નાખતા 3ના મોત, 3 ઘાયલ
રાજધાની દિલ્હીના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં હર્ષ વિહાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મોટો રોડ અકસ્માત થયો હતો. જ્યાં DTCની ક્લસ્ટર બસ ફ્લાયઓવર પરથી નીચે ઉતરતી વખતે રસ્તાની બાજુમાં ઉભા લોકોને કચડી નાખયા હતા.આ અકસ્માતમાં 3 લોકોના ઘટનાસ્થળે મોત થયા હતા તો 3 લોકોને ઇજા થઇ હતી.
ગુરુવારે રાત્રે સાડા નવ વાગ્યાની આસપાસ આ અકસ્માત થયો હતો. ITI નંદ નગરી ફ્લાયઓવર પરથી એક બસ એટલી ઝડપથી નીચે ઉતરી રહી હતી કે ડ્રાઇવરે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા રસ્તાની બાજુ ઉભા લોકોને કચડી નાખ્યા હતા.
પોલીસે સ્થળ પર ડ્રાઇવરની ધરપકડ કરી હતી. અકસ્માત સમયે બસમાં થોડા લોકો સવાર હતા, જોકે આ અકસ્માતમાં તેમને કોઈ ઈજા પહોંચી ન હતી. પોલીસે આરોપી ડ્રાઈવરને તબીબી તપાસ માટે મોકલી દીધો છે પોલીસ એ જાણવાની કોશિશ કરી રહી છે કે અકસ્માત સમયે અતિશય ગતિને કારણે અકસ્માત થયો હતો કે ડ્રાઇવર નશો કરેલી હાલતમાં હતો.