ગુજરાત

gujarat

ETV Bharat / bharat

માયાવતીને મોટો ઝટકો, કોર્ટો કહ્યું- મૂર્તિઓ પર ખર્ચેલ પૈસા પરત આપો

નવી દિલ્હી: UPના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન માયાવતીને સુપ્રીમ કોર્ટે ઝટકો આપ્યો છે. CJI રંજન ગોગોઇએ માયાવતી પર આક્ષેપો કરતા મૂર્તિઓ પર ખર્ચ કરેલા રૂપિયા પાછા આપવાનો આદેશ કર્યો છે.

સ્પોર્ટ ફોટો

By

Published : Feb 8, 2019, 3:13 PM IST


મળતી માહિતી મુજબ, 2009માં માયાવતીએ પોતાના કાર્યકાળ દરમિયાન બનાવેલી મૂર્તિઓ વિરૂદ્ધ PIL દાખલ થઇ હતી. આ અરજીની સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે, BSP અધ્યક્ષ માયાવતી લોકોના રુપિયા પાછા આપે.

2009માં દાખલ કરેલી અરજી પર સુનાવણી હાથ ધરતા ચીફ જસ્ટિસ રંજન ગોગોઇએ આ આદેશ આપ્યો છે. આ કેસની સુનાવણી માટે આગળની તારીખ 2 એપ્રિલ નક્કી કરવામાં આવી છે. માયાવતીના વકીલે આ કેસમાં સુનાવણી મે બાદ કરવાની અપીલ કરી હતી, પરંતુ કોર્ટે અસ્વીકાર કર્યો હતો.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details