ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઝારખંડઃ ચિરેકા રેલ ફેક્ટરીએ 150મું રેલ એન્જિન બનાવ્યું, રાષ્ટ્ર સેવા માટે કર્યું સમર્પિત

જામતારા જિલ્લામાં ચિતરંજન રેલ ફેક્ટરીએ 150મું રેલ એન્જિન તૈયાર કરવામાં સફળતા મેળવી છે. આ એન્જિનને ચિરેકાના જનરલ મેનેજરે રાષ્ટ્રની સેવામાં સમર્પિત કર્યું છે.

ચિરેકા રેલ ફેક્ટરીએ 150મું રેલ એન્જિન બનાવ્યું,  રાષ્ટ્રની સેવામાં કર્યો સમર્પિત
ચિરેકા રેલ ફેક્ટરીએ 150મું રેલ એન્જિન બનાવ્યું, રાષ્ટ્રની સેવામાં કર્યો સમર્પિત

By

Published : Oct 14, 2020, 4:55 PM IST

જામતાડા: ચિતરંજન રેલ ફેક્ટરીએ 150મું રેલ એન્જિન તૈયાર કરવામાં સફળતા મેળવી છે. આ એન્જિનને ચિરેકાના જનરલ મેનેજરે રાષ્ટ્રની સેવામાં સમર્પિત કર્યું છે.

ચિરેકા તરફથી ઉત્પાદિત કરવામાં આવેલું 150માં રેલ એન્જિનનું લોકાર્પણ

કોરોના મહામારી હોવા છતા ચિતરંજન ફેક્ટરીએ બાંધકામના કામને વેગ અપી અને 150મું રેલ એન્જિન બનાવમાં સફળતા મેળવી છે. સોમવારના રોજ જનરલ મેનેજર પ્રવિણકુમાર મિશ્રા તથા અન્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં 150માં રેલ એન્જિનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્ય કોવિડ-19ની ગાઇડ લાઇન અંતર્ગત કરવામાં આવ્યું હતું.

ચિરેકાએ 129 દિવસોમાં 150 રેલવે એન્જિન બનાવ્યાં

આ નાણાકીય વર્ષ 2020-21માં, 102 કાર્યકારી દિવસોમાં 100 એન્જિનોનું નિર્માણ કરવામાં આવ્યું અને પાછલા નાણાકીય વર્ષ 2019-20માં કુલ 129 કાર્યકારી દિવસોમાં વધુ 150 રેલ એન્જિન બનાવમાં આવ્યા હતા અને ગતવર્ષ 2019 - 20માં 128 કાર્યકારી દિવસોમાં 150 રેલ એન્જિન બનાવવામાં આવ્યા હતા.


150માં રેલ એન્જિનના લોકાર્પણમાં કોવિડ -19ની ગાઇડલાઇનું સંપૂર્ણપણે કરવામાં આવ્યું હતું પાલન

150માં રેલ એન્જિનના નિર્માણ સમયે યુનિટના સ્ટાફ અને સુપરવાઇઝર્સ દ્વારા કોરોના વાઇરસ સામે રક્ષણ માટે તમામ સાવચેતી રાખવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details