ગુજરાત

gujarat

ETV Bharat / bharat

લદ્દાખમાં ભારત-ચીન વચ્ચે ફરી ઘર્ષણ, પેંગોંગ નજીક ચીને કર્યો ઘૂસણખોરીનો પ્રયાસ - પેન્ગોંગ ઝીલ

પૂર્વી લદ્દાખમાં ભારત અને ચીનના જવાનો વચ્ચે ફરી એક વખત ઘર્ષણ થયું છે. આ ઘર્ષણ બોર્ડર પર થઇ છે. પૂર્વી લદ્દાખમાં પેન્ગોંગ ઝીલ વિસ્તારમાં બન્ને દેશોના જવાનો 29-30 ઓગસ્ટના રોજ સામે સામે આવી ગયા હતાં.

ભારત-ચીન જવાનો વચ્ચે ફરી ઘર્ષણ
ભારત-ચીન જવાનો વચ્ચે ફરી ઘર્ષણ

By

Published : Aug 31, 2020, 11:42 AM IST

Updated : Aug 31, 2020, 12:51 PM IST

લેહ: પૂર્વી લદ્દાખમાં ભારત અને ચીનના જવાનો વચ્ચે ફરી એક વખત ઘર્ષણ થયું છે. આ ઘર્ષણ બોર્ડર પર થઇ છે. પૂર્વી લદ્દાખમાં પેન્ગોંગ ઝીલ વિસ્તારમાં બન્ને દેશોના જવાનો 29-30 ઓગસ્ટના રોજ સામે સામે આવી ગયા હતાં.

LAC પર ચીની સૈનિકો શાંત થવાનું નામ જ નથી લેતા, ત્યાં ગલવાન ઘર્ષણ બાદ દિવસ પછી ફરી સરહદ પર નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. ભારતે કહ્યું કે, અમારી સેના વાતચીતથી શાંતિ જાળવવાનો પ્રયત્ન કરી રહી છે, પરંતુ અમે અમારી સીમાઓની સુરક્ષા કરવાનું જાણીએ છીએ. આ મુદ્દાનો ઉકેલ લાવવા માટે અમે ચુશૂલમાં બ્રિગેડ કમાન્ડર લેવલની પણ વાતચીત કરી રહ્યા છીએ.

મહત્વનું છે કે, 15 જૂને લદ્દાખના ગલવાનમાં ચીન અને ભારતના સૈનિકોની વચ્ચે હિંસક ઘર્ષણ થયું હતું. જેમાં ભારતના 20 જવાન શહીદ થયા હતા. 29 ઓગસ્ટના રોજ થયેલી ઝડપ બાદ રવિવારે એક હાઇલેવલ બેઠક યોજવામાં આવી હતી, જેમાં રક્ષા પ્રધાન, CDS બીપિન રાવત અને આર્મી ચીફ મનોજ મુકુંદ નરવણે, એર ચીફ માર્શલ રાકેશ કુમાર સિંહ ભદોરિયા, અજીત ડોભાલ પણ હાજર હતા. ભારત અને ચીન વચ્ચે કમાંડર સ્તર પર વાતચીત ચાલી રહી છે.

Last Updated : Aug 31, 2020, 12:51 PM IST

ABOUT THE AUTHOR

...view details