પૂર્વ નાણાંપ્રધાન પી. ચિદમ્બરમ INX મીડિયા કૌભાંડમાં સીબીઆઈ કસ્ટડીમાં છે. આજે તેમની કસ્ટડીનો અંતિમ દિવસ છે. ચિદમ્બરમ પર આજે સુપ્રીમ કૉર્ટમાં પણ સુનવણી થશે.
INX મીડિયા કૌભાંડઃ ચિદમ્બરમની CBI કસ્ટડીનો આજે અંતિમ દિન, સુપ્રીમ કૉર્ટમાં થશે સુનવણી - ચિદમ્બરમ
નવી દિલ્હીઃ INX મીડિયા કૌભાંડમાં પૂર્વ નાણાંપ્રધાન અને કોંગ્રેસ નેતા પી. ચિદમ્બરમની સીબીઆઈ કસ્ટડી આજે પૂર્ણ થઈ રહી છે. ચિદમ્બરમે સુપ્રીમ કૉર્ટમાં સીબીઆઈ કસ્ટડીને પડકારી છે. જેની પર આજે સુનવણી હાથ ધરાશે.
chidambarams
ચિદમ્બરમે CBI કસ્ટડીને આપ્યો છે પડકાર
- સુપ્રીમ કૉર્ટે આજે CBIની ધરપકડ સંદર્ભે ચુકાદો આપવાનો છે. ચિદમ્બરમે સીબીઆઈ રિમાન્ડને પડકાર્યો હતો. બીજીતરફ ઈડીની ઘટનામાં પાંચ સપ્ટેમ્બરે સુપ્રીમ કૉર્ટમાં નિર્ણય લેવામાં આવશે.
EDની બાબતે 5 સપ્ટેમ્બરે સુનવણી
- સુપ્રીમ કૉર્ટ INX મીડિયા નાણાકીય ગેરરીતિ બાબતે પૂર્વ નાણાંપ્રધાન પી. ચિદમ્બરમની અરજી પર પાંચ સપ્ટેમ્બરે નિર્ણય લેવાનો છે. ચિદમ્બરમે પોતાના આગોતરા જામીન અંગે દિલ્હી ઉચ્ચ ન્યાયાલય સમક્ષ 20 ઑગસ્ટના નિર્ણયને પડકાર્યો છે.