નવી દિલ્હીઃ કોંગ્રેસના નેતા પી.ચિદમ્બરમે ગુરુવારે કહ્યું હતું કે, ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ વિરુદ્ધ ટ્વીટર પર ટિપ્પણી કરનાર ધિ વાયરના સંપાદક સિદ્વાર્થ વરદરાજન સામે ગુનો દાખલ કરી યોગી સરકારે મીડિયાની આઝાદી પર તરાપ મારી છે. આ ઘટના દુઃખદ છે.
ઉત્તર પ્રદેશ પોલીસે બુધવારે ધ વાયરના સંપાદક સિદ્ધાર્થ વરદરાજનને ટ્વિટર પરની ટીપ્પણી ઉપર દાવો કર્યો છે કે દાવો કરવામાં આવ્યો છે કે, જે દિવસે તબલીગી જમાત તેનો દિલ્હીમાં કાર્યક્રમ યોજાયો હતો, ત્યારે મુખ્યપ્રધાન આદિત્યનાથે આગ્રહ કર્યો હતો કે, રામનવમી મેળો હંમેશની જેમ યોજાશે..
દેશવ્યાપી લોકડાઉન દરમિયાન ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે રામજન્મભૂમિ અયોધ્યા ખાતે એક ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લીધો હોવાનો દાવો પણ વરદરાજને તેમની ટ્વીટમાં કર્યો હોવાનો ઉલ્લેખ એફ આઈ આરમાં કરાયો છે.