શ્રીનગર: વાર્ષિક અમરનાથ યાત્રા પૂર્વે ઐતિહાસિક શંકરાચાર્ય મંદિરમાં શંકર ભગવાનની ગદ્દીને અહીં લાવવામાં આવી હતી. જ્યાં તેની પૂજા અર્ચના કરવામાં આવી હતી. આ દરમિયાન મહંત દિપેન્દ્ર ગીરીએ મંદિરમાં સાધુઓના સમુહનું નેતૃત્વ કર્યું હતું અને છડી મુબારકની પૂજા કરવામાં આવી હતી.
શંકરાચાર્ય મંદિરમાં કરાઇ છડી મુબારકની પૂજા, મંગળવારથી અમરનાથ યાત્રા શરૂ
કોરોનાની મહામારી વચ્ચે મંગળવારથી શરૂ થનારી વાર્ષિક અમરનાથ યાત્રા આ વર્ષે માત્ર 14 દિવસ એટલે કે 3 ઓગસ્ટ સુધી મર્યાદિત કરવામાં આવી છે. યાત્રા શરૂ થયાના એક દિવસ પહેલા સોમવારે હરિયાળી અમાવાસ્યાના પ્રસંગે ભગવાન શિવની પવિત્ર ગદ્દીની પૂજા કરવામાં આવે છે. આ પ્રસંગને છડી મુબારક પૂજા પણ કહેવામાં આવે છે.
મહંત દિપેન્દ્ર ગીરીએ જણાવ્યું કે, કોવિડ-19 પ્રોટોકોલના કડક પાલન કરવા માટે ફક્ત પસંદગીના સાધુઓએ પ્રાર્થનામાં ભાગ લીધો હતો. તેમણે કહ્યું કે, સાધુ સંતોએ આ રોગચાળાને સમાપ્ત કરવા માટે સામૂહિક પ્રાર્થના કરી હતી, જેથી વિશ્વભરના લોકો વહેલી તકે પોતાનું સામાન્ય અને કુદરતી જીવન શરૂ કરી શકે.
કોરોના મહામારી વચ્ચે મંગળવારથી શરૂ થનારી અમરનાથ યાત્રા આ વખતે માત્ર 14 દિવસ એટલે કે 3 ઓગસ્ટ સુધી મર્યાદિત રહેશે. દર વર્ષે શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડ દ્વારા આયોજિત અને સંચાલિત યાત્રામાં લાખો ભક્તો ભાગ લેતા હોય છે. જોકે, રોગચાળાને લીધે, આ વખતે મર્યાદિત સંખ્યામાં યાત્રાળુઓને સોનમર્ગ-બાલટાલથી જવાની મંજૂરી આપવામાં આવી છે.