ગુજરાત

gujarat

ETV Bharat / bharat

2 સ્ટેટ્સના લેખકે પુસ્તકો દ્વારા દેશના મુદ્દાઓને લોકો સમક્ષ રજૂ કરવાની ઈચ્છા દર્શાવી

નવી દિલ્હી: બેસ્ટ સેલર લેખક એવા ચેતન ભગતનું કહેવું છે કે, તેઓ પોતાની લેખન કળાને માત્ર વાર્તાઓ કહેવા નહી પણ દેશમાં ચાલી રહેલા કેટલાક મુદ્દાઓને પર લોકોનું ધ્યાનમાં લાવવા માટે કરવાનું પસંદ કરે છે. ભગતની ઇન્ડીયા પોઝિટીવમાં શિક્ષા, રોજગારી, GST, ભ્રષ્ટાચાર અને જાતિવાદ જેવા વિષયો પર પરિક્ષણ સંબંધિત નિબંધોનું સમન્વય છે. જેમાં ચેતન ભગતે કેટલાક ટ્વિટ્સ પણ શામેલ કર્યા છે. જે વર્તમાન મુદ્દાઓ પર પ્રકાશ પાડે છે. જેના પર આજના સમયમાં સૌ કોઇએ ધ્યાન આપવાની જરૂર છે.

ચેતન ભગત

By

Published : Jul 7, 2019, 10:08 PM IST

ચેતન ભગતે મીડિયા સાથે થયેલા વાર્તાલાપમાં જણાવ્યું હતું કે, " આ આપણા દેશના મહત્વ પૂર્ણ મુદ્દાઓ છે. મારી લેખનકળાનો ઉપયોગ માત્ર વાર્તાઓ કહેવા માટે નહિ પણ દેશમાં ચાલી રહેલા કેટલાક મુદ્દાઓ પર લોકોનું ધ્યાન કેન્દ્રીત કરવા માટે પણ કરવા ઇચ્છુ છું"

તેઓએ વધુમાં જણાવ્યું કે, અહિંયા કંઇક સકારાત્મક કાર્ય કરવા માટે જગ્યા છે, સોશિયલ મીડિયા પર આજકાલ લોકો ઘણા નકારાત્મક થઇ ગયા છે, ત્યારે મને વિચાર આવ્યો કે આ જગ્યા પર જે કરવાની જરૂરીયાત છે, તેના પર થોડો સકારાત્મક દ્રષ્ટિકોણ રાખવો જોઇએ, જો કે ચેતને રાજનિતીમાં આવવાનો કોઇ પણ ઇરાદો ન હોવાનું પણ ઉમેર્યું હતું.

ચેતનનું માનવું છે કે લોકોને મુદ્દાઓ પર જાગરૂત થવાની જરૂર છે.

તો પુસ્તકોની વિશેષતાઓ વિશે ચેતને જણાવ્યું કે, પુસ્તકમાં મા હંમેશા એક જગ્યા રહેશે. પુસ્તક વાર્તા કેરી ઇમારતનો એક પાયો છે, પુસ્તકોનું વાંચન પોતાની કલ્પના શક્તિને વિસ્તૃત કરવા અને શિખવા માટેનું સૌથી સરળ રીત છે"

તો આ સાથે જ ચેતને પોતે એક મહાકાવ્ય ફિલ્મ પર કામ કરવાની ઇચ્છા દર્શાવી હતી.

ABOUT THE AUTHOR

...view details