ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આવી પક્ષ પલટાંની વસંત, સોળે કળાએ ખીલશે રાજકીય રંગ

જૂનાગઢઃ લોકસભાની ચૂંટણીની તારીખ આજકાલમાં જાહેર થવાની શક્યતાઓ વર્તાઈ રહી છે. ત્યારે રાજકીય પાર્ટીમાં પક્ષ બદલવાની મૌસમ પૂરબહારમાં ચાલી રહી છે. આજથી એક વર્ષ પહેલા શરૂ થયેલી પક્ષ પલટાંની મોસમમાં ફરી એક વખત વસંત જોવા મળી રહી છે. હજુ શુક્રવારે માણાવદરના ધારાસભ્યે કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપનો ખેસ ધારણ કર્યો આજે કેબિનેટ પ્રધાન પણ બની ગયા છે.

ફોટો

By

Published : Mar 9, 2019, 8:03 PM IST

બીજી તરફ ધાંગધ્રાના ધારાસભ્ય રાજીનામું આપીને ગુપ્તવાસમાં ચાલ્યા ગયા હોય તેમ લાગી રહ્યું છે. ગુજરાતના રાજકારણમાં ધારાસભ્યોની ખરીદી અને પક્ષ બદલવાની રીત સામે જૂની પેઢીના ધારાસભ્યો, પૂર્વ પ્રધાનો અને પૂર્વ સાંસદો વસવસો વ્યક્ત કરી રહ્યાં છે. જે રીતે રાજનીતિનું રાજકારણ થઇ રહ્યું છે, તે જોતા લાગી રહ્યું છે કે, આગામી દિવસોમાં પણ આવા અનેક નાટકો જોવા મળશે.

જુઓ વીડિયો

ખજુરાહોથી શરૂ થયેલી પક્ષ બદલવાની યાત્રા આજે તેની ચરમ સીમા પર જોવા મળી રહી છે. શંકરસિંહ વાઘેલા, આત્મારામ પટેલ, કેશુભાઈ પટેલથી શરુ પક્ષ બદલવાની આ યાત્રા બલવંતસિંહ રાજપુત, ડૉ. તેજશ્રી પટેલ, રાઘવજી પટેલ, માનસિંહ ચૌહાણ, આજે પ્રધાન બનેલા હકુભા જાડેજા, કુંવરજી બાવળીયા, ડૉ.આશાબેન પટેલ બાદ જૂનાગઢના જવાહર ચાવડાએ પક્ષ બદલાની રાજકીય ફિલ્મના કલાકારો છે. આ લોકો એવા કલાકારો છે જેઓ કોઈ પણ વાર્તામાં ક્યાંય પણ ફિટ બેસી જાય છે. કલાકારોની આ યાદી હજુ પણ આગળ વધશે અને ચલચિત્રની જરૂરિયાત મુજબ નવા કલાકારો તેમનો રોલ અદા કરીને ફિલ્મને વધુ હિટ કરવાનો પ્રયાસ કરશે.

લોકસેવાથી શરૂ થયેલી રાજનિતિ આજે અંગત હિત, સત્તા, લાલસા અને પ્રલોભનો નીચે રાજકારણમાં ફેરવાઈ ગઈ છે. જે પૂર્વ પ્રધાનો, પૂર્વ સાંસદો અને ધારાસભ્યોને ડંખી રહી છે. ભારતની રાજનીતિનો ઇતિહાસ આજે પણ સાક્ષી છે કે, પોતાનું અંગત હિત સાધવા માટે પક્ષની સાથે તેમના મતદારોનો દ્રોહ કરીને ત્વરિત સફળતા મેળવવા તલપાપડ રહેતા નેતાઓના રાજકારણમાં મધ્યાંતર આવશે તે ચોક્કસ કહી શકાય છે.


ABOUT THE AUTHOR

...view details