ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભારત 2021 ની શરૂઆતમાં લૉન્ચ કરી શકે છે ચંદ્રયાન 3 મિશન

કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્ર સિંહે કહ્યું કે, ભારતનું ચંદ્રયાન-3 મિશન આગામી વર્ષની શરૂઆતમાં લૉન્ચ કરવામાં આવી શકે છે. ભારતનું બીજું ચંદ્ર અભિયાન ચંદ્રયાન 2 ગત્ત વર્ષે લૉન્ચ કરવામાં આવ્યું હતું, પરંતુ હાર્ડ લેન્ડિંગ બાદ સંપર્ક તૂટ્યો હતો.

Chandrayaan-3
Chandrayaan-3

By

Published : Sep 7, 2020, 10:17 AM IST

નવી દિલ્હીઃ ભારત પોતાનું આગામી ચંદ્ર અભિયાન ચંદ્રયાન-3 વર્ષ 2021 ની શરૂઆતમાં લૉન્ચ કરી શકે છે. જોકે, ચંદ્રયાન-2 ની વિપરીત આમાં ઓર્બિટર હશે નહીં, પરંતુ તેમાં એક લેન્ડર અને એક રોવર હશે.

કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્ર સિંહે રવિવારે એક નિવેદનમાં કહ્યું કે, જ્યાં સુધી ચંદ્રયાન-3 ની વાત છે તો તેનું પ્રક્ષેપણ 2021 ની શરૂઆતમાં પણ થવાની સંભાવના છે. ચંદ્રયાન 3, ચંદ્રયાન 2 નું જ બીજું અભિયાન હશે અને જેમાં ચંદ્રયાન 2 ની જેમ એક લેન્ડર અને એક રોવર હશે.

ગત્ત વર્ષે સપ્ટેમ્બરમાં ચંદ્રયાન 2 ની ચંદ્રમાની સતહ પર હાર્ડ લેન્ડિંગ બાદ ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠને (ઇસરો) આ વર્ષના અંત સુધી એક બીજું અભિયાન લૉન્ચ કરવાની યોજના બનાવી હતી.

જોકે, કોરોના મહામારી અને લોકડાઉને ઇસરોની અનેક પરિયોજનાઓે પ્રભાવિત કરી છે અને ચંદ્રયાન 3 જેવા અભિયાનમાં મોડું થયું છે.

ચંદ્રયાન 2 ને ગત્ત વર્ષે 22 જુલાઇએ પ્રક્ષેપિત કરવામાં આવ્યું હતું. જેને ચંદ્રના દક્ષિણી ધૃવ પર ઉતારવાની યોજના હતી, પરંતુ લેન્ડર વિક્રમે સાત સપ્ટેમ્બરે હાર્ડ લેન્ડિંગ કર્યું અને પોતાના પ્રથમ પ્રયાસમાં જ પૃથ્વીના ઉપગૃહની સપાટીને સ્પર્શવાનું ભારતનું સપનું તૂટી ગયું હતું. આ અભિયાન હેઠળ મોકલેલા ઓર્બિટર સારું કામ કરી રહ્યા છે અને જાણકારી મોકલી રહ્યા છે.

ચંદ્રયાન 1 ને 2008 માં પ્રક્ષેપિત કરવામાં આવ્યું હતું.

સિંહે કહ્યું કે, ઇસરોના પ્રથમ ચંદ્ર અભિયાને અમુક ચિત્રો મોકલ્યા છે, જે પ્રદર્શિત કરે છે કે, ચંદ્રમાના ધૃવો પર ધુળ જેવું લાગે છે.

એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, આવું થઇ શકે છે કે, પૃથ્વીનું પોતાનું વાતાવરણ તેમાં સહાયતા કરી રહ્યું હોય, બીજા શબ્દોમાં તેનો અર્થ થાય છે કે, પૃથ્વીનું વાતાવરણ ચંદ્રમાની પણ રક્ષા કરી રહ્યો હોય. આ પ્રકારે ચંદ્રયાન 1 ના ડેટાથી સંકેત મળે છે કે, ચંદ્રના ધૃવ પર પાણી છે, વૈજ્ઞાનિક તેની જ શોધ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

અંતરિક્ષમાં માનવને મોકલવાના ભારતના પ્રથમ અભિયાન ગગનયાનની તૈયારીઓ શરૂ છે. સિંહે કહ્યું કે, ગગનયાનની તૈયારીઓમાં કોવિડ 19 સાથેની અમુક અડચણો આવી છે, પરંતુ 2022 ની આસપાસની સમય સીમામાં પુરા કરવાના પ્રયત્નો શરૂ છે.

ABOUT THE AUTHOR

...view details