- ક્રોયોજેનીક ફ્યૂલ ભરતી વખતે સામે આવી ખામીઃ ઇસરો
- ફ્યૂલ સંપૂર્ણપણે ખાલી કરવું પડશે
- ટૂંક સમયમાં એલાન કરશે નવી તારીખ ઇસરો
- હાલ ચંદ્રયાન મોકૂફ રખાયુ
ચંદ્રયાન મિશન-2 'અટવાયું', ટૂંક સમયમાં લોન્ચિંગ દિનની થશે જાહેરાત
04:07 July 15
ચંદ્રયાનમાં ઇંધણ ભરાતી વખતે સર્જાઇ ખામી
02:46 July 15
ટેકનિકલ ખામીને કારણે લોન્ચિંગ રોકવામાં આવ્યું
ન્યુઝ ડેસ્કઃ ચંદ્રયાન મિશન-2 અટકાવી દેવામાં આવ્યું હોવાના સમાચાર સામે આવ્યા છે. ટેકનિકલ ખામીના કારણે લોન્ચિંગ રોકવામાં આવ્યું છે.
ચંદ્રયાન મિશન-2ને સંદર્ભે ખૂબ મોટા સમાચાર સામે આવ્યા છે. લોન્ચિંગ થવામાં 56 મિનિટ અને 24 સેકેન્ડ પહેલા રોકવાનો નિર્ણય કરાયો છે.
ટેકનિકલ કારણોસર લોન્ચિંગ રોકવાનો નિર્ણય કરાયો હોવાની વિગતો સામે આવી છે. ભારતીય વૈજ્ઞાનિકોનો આ નિર્ણયને ખૂબ મોટી ઉપલ્બ્ધિ માનવામાં આવી રહી છે.
આ અંગે થોડા સમયમાં વધુ માહિતી જાહેર કરવામાં આવનાર છે. ઉપરાંત સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી સમયમાં લોન્ચિંગની નવી તારીખો જાહેર કરવામાં આવનાર છે.
નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર હવે એક મહિના બાદ મિશન લોન્ચ કરાય તેવી શક્યતાઓ છે.
ટેકનીકલ ખામીઓ દૂર કરવામાં મહિનાનો સમય લાગશે તેમ વિશેષજ્ઞો માની રહ્યાં છે.