રાજનૈતિક કારણો પર ચર્ચા કરવા માટે ચંદ્રબાબુ નાયડુ સોમવારે ગુંટૂરમાં હતા. અહીં તેમણે પાર્ટી નેતાઓ સાથે રાજ્યની હાલની પરિસ્થીતી અને આગળની રણનીતિ પર કામ કરવાનો નિર્ણય લીધો છે. તેમની સુરક્ષામાં કરવામાં આવેલા ઘટાડા બાબતે પણ તેઓ હાઇકોર્ટ તરફ આગળ વધ્યા હતા, આજે હાઇકોર્ટમાં આ કેસની સુનાવણી થવાની સંભાવના છે.
ચૂંટણીમાં હાર બાદ ચંદ્રબાબુ નાયડુ કરશે આંધ્રપ્રદેશનો પ્રવાસ - Jagan mohan Reddy
ન્યૂઝ ડેસ્ક: લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં હારનો સામનો કર્યા બાદ તેલુગુ દેશમ પાર્ટીના અધ્યક્ષ ચંદ્રબાબુ નાયડુ સંપૂર્ણ આંધ્રપ્રદેશનો પ્રવાસ કરશે. આ યાત્રા દરમિયાન તેઓ તેમના કાર્યકર્તાઓના ઘરે જશે.
pardesh
આંધ્રપ્રદેશ સરકાર દ્વારા ચંદ્રબાબુ નાયડુની સુરક્ષામાં કરવામાં આવેલા ઘટાડા પર તેમણે હાઇકોર્ટમાં આ બાબતની અરજી કરી છે. ચંદ્રબાબુ નાયડુએ કોર્ટમાં અરજી દાખલ કરીને VSR કોંગ્રેસ પાર્ટીની સરકારને પડકાર આપ્યો છે. તેમણે પોતાની અરજીમાં જણાવ્યું છે કે, એક મહિનાની અંદર તેમની સુરક્ષા ધીરે ધીરે ઘટાડવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, જગન મોહન રેડ્ડી સરકારે આ પહેલા ચંદ્રબાબુ નાયડુની પોલીસ સુરક્ષા અને તેમના પરિવારની સુરક્ષા પણ પાછી લઇ લીધી છે.