ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બિહારમાં ચમકી તાવથી વધુ 11 બાળકોના મૃત્યુ, કુલ 83 બાળકોએ જીવ ગુમાવ્યો

ન્યુઝ ડેસ્ક: આરોગ્ય વિભાગની માહિતી મુજબ, બિહારમાં ચમકી તાવના કુલ 165 કેસ સામે આવ્યા છે. જેમાં 57 બાળકોના મૃત્યુ થયા છે. હાલ 66 સારવાર હેઠળ છે. શુક્રવારે મોડી રાત્રે વધુ 11 બાળકોએ જીવ ગુમાવ્યો છે. જેમાં 5 નવા દર્દીઓ હતા.

HD

By

Published : Jun 14, 2019, 9:08 PM IST

Updated : Jun 15, 2019, 5:04 PM IST

બિહારમાં AESથી મૃત્યુનો ઘટનાક્રમ યથાવત છે. ચમકી તાવના કારણે શુક્રવારે સવારેથી મોડી રાત સુધી 11 બાળકોના મોત થયા છે. જ્યારે અન્ય 2 હોસ્પિટલોમાં 6 નવા દર્દીઓ નોંધાયા છે. 44 નવા દર્દીઓ સાથે ચમકી તાવના પીડીતોની સંખ્યા 243 થઈ છે. પરંતુ આરોગ્ય વિભાગની માહિતી મુજબ 165 ઘટનાઓ સામે આવી છે અને 66 બાળકોના મૃત્યુ થયા છે.

મોટી સંખ્યામાં બાળકો હોસ્પિટલમાં દાખલ

11 પૈકી 8 SKMCH હોસ્પિટલ અને 3 બાળકોએ કેજરીવાલ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધો હતો. આ ઉપરાંત, સમસ્તીપુર જિલ્લામાં પણ 3 બાળકોના મૃત્યુના સમાચાર સામે આવ્યા છે.

ચમકી તાવથી વધુ 11 બાળકોના મૃત્યુ, અત્યાર સુધી 83 બાળકોએ જીવ ગુમાવ્યો


સ્વાસ્થ્ય પ્રધાનના નિવાસ સ્થાને પ્રદર્શન
શુક્રવારે રાજ્યના સ્વાસ્થ્ય પ્રધાન મંગલ પાંડે મુજફ્ફરપુરના પ્રવાસે હતા, તે દરમિયાન પટનામાં જન અધિકાર વિદ્યાર્થી પરિષદે સ્વાસ્થ્ય પ્રધાન મંગલ પાંડેના નિવાસસ્થાને પ્રદર્શન કર્યુ અને આવાસ પર લાગેલા બોર્ડ પર શાહી ફેંકી હતી. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ બાળકોના મૃત્યુ અંગે સવાલ કરી રહ્યાં છે. તેમનો આક્ષેપ છે કે, મુજફ્ફરપુરમાં મોટી સંખ્યામાં બાળકોના મૃત્યુ પછી પણ સરકાર નિંદ્રામાં છે.

શું છે સમગ્ર ઘટના?

બિહારમાં ચમકી તાવ સહિત અન્ય અજ્ઞાત બિમારીઓથી અત્યાર સુધી 53 બાળકોના મૃત્યુ થયા છે. જ્યારે 203 જેટલા બાળકો તેમાં સપડાયા છે. મુજફ્ફરપુરના સિવિલ સર્જન ડૉ. શૈલેશ પ્રસાદે જણાવ્યું કે, બિમાર બાળકોમાં મહત્તમ હાઈપોગ્લાઈસીમિયા (લોહીમાં શુગરની ઉણપ)થી પીડિત છે.

તેમણે જણાવ્યું કે, અત્યાર સુધી બિમારીથી 53 બાળકોના મોત થઈ ગયા છે. જ્યારે 203 બાળકો બિમાર છે. મુજફ્ફરપુર સ્થિત શ્રીકૃષ્ણ મેડિકલ કૉલેજના અધિક્ષક ડૉ. સુનિલ શાહીએ જણાવ્યું કે, નિયોનેટોલૉજિલ્ટ ડૉ. અરૂણ સિંહના નેતૃત્વમાં દિલ્હીથી ડૉક્ટરોની એક ટીમ પરિસ્થિતિ જાણવા માટે પહોંચી છે. જેમાં પટણા એઈમ્સના ડૉ. લોકેશ અને RMRIના વિશેષજ્ઞ સહિત અન્ય ડૉક્ટર્સ શામેલ હતા.

Last Updated : Jun 15, 2019, 5:04 PM IST

ABOUT THE AUTHOR

...view details