ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મહારાષ્ટ્ર: મુંબઈ સહિત અન્ય શહેરોમાં પણ તૈનાત કરવામાં આવી રહી છે CAPF કંપનીઓ

કોરોના સંક્રમણની લડાઈમાં લોકસેવા માટે અડીખમ રહેલી પોલીસને હવે સરકારે આરામ આપવાનો નિર્ણય કર્યો છે. મહારાષ્ટ્રના ગૃહપ્રધાન અનિલ દેશમુખે કહ્યું હતું કે, પોલીસકર્મીઓને આરામ આપવા માટે રાજ્યના કેટલાંક શહેરોમાં CAPF તૈનાત કરવામાં આવી રહી છે.

CAPF
CAPF

By

Published : May 17, 2020, 10:03 AM IST

મુંબઈઃ કોરોના મહામારીની લડાઈમાં શરૂઆતી તબક્કાથી લઈને અત્યારસુધી લોકોની સેવા કરતી પોલીસને આરામ આપવા માટે મહારાષ્ટ્ર સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

જે અંગે વાત કરતાં મહારાષ્ટ્રના ગૃહપ્રધાન અનિલ દેશમુખે કહ્યું હતું કે, પોલીસકર્મીઓને આરામ આપવા માટે રાજ્યના કેટલાંક શહેરોમાં CAPF (કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ )તૈનાત કરવામાં આવી રહી છે.

દેશમુખે આગળ વાત કરતાં જણાવ્યું હતું કે, પોલીસને રાહત આપવા માટે મુંબઈ, પુણે, માલેગાવ અને અરાવતી સહિત અનેક શહેરોમાં CAPF કંપની તૈનાત કરાઈ છે. જેમાંની કેટલીક ટીમ મહારાષ્ટ્ર પહોંચી ગઈ છે.

ABOUT THE AUTHOR

...view details