નવી દિલ્હી : સરકારની રૂપિયા 20,000 કરોડના ખર્ચે પ્રસ્તાવિત સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટની પર્યાવરણીય મંજૂરીની માન્યતાને કોર્ટ દ્વારા તપાસ કરવામાં આવશે. કોર્ટે અરજદારને પ્રોજેક્ટની પર્યાવરણીય મંજૂરીને પડકારવાતી અરજીને દાખલ કરવાની મંજૂરી આપી છે. કોર્ટે અરજદારને 17 જૂને સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટને અપાયેલી પર્યાવરણીય મંજૂરીને પડકારતી અરજીને ધ્યાનમાં રાખીને એક સપ્તાહની અંદર વરિષ્ઠ એડવોકેટ શ્યામ દિવાને આ મામલે નવી અરજી દાખલ કરવા કોર્ટે જણાવ્યું હતું. અરજી દાખલ થયાના એક અઠવાડિયામાં કેન્દ્ર સરકાર આ અરજીનો જવાબ રજૂ કરશે અને બે અઠવાડિયા પછી આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવશે.
માર્ચમાં સુપ્રીમ કોર્ટ દ્વારા સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટને પડકારતી પેન્ડિંગ અરજીઓને દિલ્હી હાઈકોર્ટમાં ખસેડવામાં આવ્યો હતો. બુધવારે રાજીવ સુરી અને લેફ્ટનન્ટ કર્નલ (નિવૃત્ત) અનુજ શ્રીવાસ્તવ દ્વારા સેન્ટ્રલ વિસ્ટા રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ વિરુદ્ધ દાખલ કરેલી અરજી પર સુનાવણી કરી હતી. 17 જૂને વરિષ્ઠ વકીલ શ્યામ દિવાને પર્યાવરણીય મંજૂરીના મુદ્દા પર એક હસ્તક્ષેપ અરજી દાખલ કરી હતી. દલીલો શરૂ થવા પર, ખંડપીઠે સ્પષ્ટ કર્યું કે "લેન્ડ યૂઝ" સંબંધિત મુદ્દાઓ જ સાંભળવામાં આવશે.
કેન્દ્ર સરકાર વતી સોલિસીટર જનરલ તુષાર મહેતાએ દલીલ કરી હતી કે, અરજદારોએ સમજવાની જરૂર છે કે આ પ્રોજેક્ટ રાષ્ટ્રીય હિત સાથે સંબંધિત છે. આ પ્રોજેક્ટ અંગે વાંધા ઉઠાવવાના કારણે આ પ્રોજેક્ટમાં વિલંબ થઈ રહ્યો છે, જે યોગ્ય નથી. કેન્દ્ર સરકારે આ પ્રોજેક્ટની આવશ્યકતા દર્શાવીને કોર્ટમાં સોગંદનામું દાખલ કરીને તેનો બચાવ કર્યો છે. કેન્દ્રએ કહ્યું છે કે, 100 વર્ષ જૂનું સંસદ ભવન તેની ઉંમરનું સંકેત છે.