- ડુંગળીના વધતા ભાવને લઈને એનસીપી પ્રમુખ શરદ પવારનું નિવેદન
- સરકારના પગલાંના વિરોધમાં વેપારીઓ મુશ્કેલીમાં મુકાયાઃ પવાર
- મોટા ભાગની એપીએમસીમાં ખેડૂતોની ગેરહાજરી નોંધાઈ
મુંબઈઃ સરકારના આ પગલાંના વિરોધમાં નાસિકની મોટા ભાગની એપીએમસીમાં વેપારીઓ ડુંગળીની હરાજીમાં સતત ત્રીજા દિવસે ગેરહાજર રહ્યા હતા. એશિયાની સૌથી મોટી ડુંગળી બજાર લાસલગાંવ એપીએમસીમાં પણ આ જ સ્થિતિ જોવા મળી હતી. દેશમાં ડુંગળીના ઉત્પાદન માટે મહારાષ્ટ્ર એ દેશનું પ્રમુખ રાજ્ય છે. જ્યારે નાસિકને ડુંગળીનું કેન્દ્ર માનવામાં આવે છે. મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં ડુંગળીના ઉત્પાદકો અને વેપારીઓ સાથે શરદ પવારે વાતચીત કરી હતી.
શરદ પવારે કહ્યું કે, નિકાસ પ્રતિબંધ અને વેપારીઓ માટે જમાખોરીની સીમા હટાવવા માટે એક યોગ્ય નીતિની જરૂર છે. આમાં દરેક લોકોના હિતને ધ્યાનમાં રાખવું જોઈએ. પવારે વધુમાં કહ્યું, આ મામલે કેન્દ્રના સંબંધિત અધિકારીઓ સાથે ટૂંક જ સમયમાં વાતચીત કરવામાં આવશે. જોકે, આ નિર્ણયથી ખેડૂતો અને વેપારીઓની મુશ્કેલીઓમાં વધારો થયો છે, પરંતુ હરાજીને રોકવું એ આનો વિકલ્પ નથી. એવામાં એપીએમસીમાં ડુંગળીની હરાજી ટૂંક જ સમયમાં શરૂ થઈ જવી જોઈએ.