ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઇન્ફેન્ટ્રી ડે પર CDS જનરલ બીપીન રાવત તેમજ COAS જનરલ મનોજ મુકુંદ નરવાણેએ આપી શહિદોને શ્રદ્ધાંજલિ

ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બીપીન રાવત તેમજ ભારતીય સેના પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવાણેએ દિલ્હી સ્થિત રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે વર્ષ 1947માં સ્વતંત્ર ભારતની પહેલી લડાઇમાં શહિદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી.

પાયદળ દિવસ પર CDS જનરલ બીપીન રાવત તેમજ COAS જનરલ મનોજ મુકુંદ નરવાણેએ આપી શહિદોને શ્રદ્ધાંજલિ
પાયદળ દિવસ પર CDS જનરલ બીપીન રાવત તેમજ COAS જનરલ મનોજ મુકુંદ નરવાણેએ આપી શહિદોને શ્રદ્ધાંજલિ

By

Published : Oct 27, 2020, 1:05 PM IST

  • 27 મી ઓક્ટોબર, 1947 ના રોજ કાશ્મીર પર થયો હતો હુમલો
  • શીખ રેજિમેન્ટના વીર જવાનોએ અપાવી જીત

નવી દિલ્હી: ઇન્ફેન્ટ્રી ડે નિમિત્તે ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બીપીન રાવત તેમજ ભારતીય સેના પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવાણેએ નેશનલ વૉર મેમોરિયલ ખાતે શહિદોને શ્રદ્ધાંજલિ આપી હતી.

ઇન્ફેન્ટ્રી ડે પર સ્વતંત્ર ભારતની પ્રથમ લશ્કરી લડાઇને યાદ કરવામાં આવે છે. જ્યારે ભારતીય સૈન્યએ 27 મી ઓક્ટોબર, 1947 ના રોજ કાશ્મીર ખીણમાં ભારતીય ભૂમિ પરનો પ્રથમ હુમલો નિષ્ફળ બનાવ્યો હતો. શીખ રેજિમેન્ટની પ્રથમ બટાલિયન દ્વારા આ હુમલામાં ભારતીય સેનાએ જીત હાંસલ કરી હતી.

વર્ષ 1947માં આઝાદી મળતા પાકિસ્તાને કાશ્મીર પર કબજો કરવાની યોજના બનાવી હતી, જેના માટે તેમણે કબાલી પઠાણોને ઘૂસણખોરી માટે મોકલ્યા હતા. કબાલીઓએ 24 ઓક્ટોબર 1947ના રોજ કાશ્મીર પર હુમલો કર્યો હતો. જે પછી કાશ્મીરના રાજા હરિસિંહે ભારત પાસે મદદ માંગી હતી.

આથી ભારતીય સેનાની શીખ રેજિમેન્ટની પ્રથમ બટાલિયને વીરતાપૂર્વક હુમલાનો પ્રતિકાર કરતા પાકની ચુંગાલમાંથી કાશ્મીરને છોડાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details