ન્યૂઝ ડેસ્કઃ સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કમ્પ્યુટિંગ(Centre for Development of Advanced Computing) 25 ઓગસ્ટ, 2020ના રોજ CDAC C-CAT 2020 પ્રવેશ કાર્ડ બહાર પાડશે. પ્રવેશ પરીક્ષાઓ માટે અરજી કરનારા ઉમેદવારો પ્રવેશ કાર્ડ ડાઉનલોડ કરવા માટે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકે છે. યાદી મુજબ, CDAC C-CAT 2020 પરીક્ષાઓ 29 અને 30 ઓગસ્ટે લેવામાં આવશે.
જે ઉમેદવારોએ પરીક્ષા માટે અરજી કરી છે તેઓનેCDAC C-CAT 2020ની પરીક્ષા ઘરે ઓનલાઇન પ્રોક્ટોરેટેડ (પ્રતિનિધિ) પરીક્ષામાં અજમાવવાનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે. ઉમેદવારોએ પૂરી પાડવામાં આવેલી લિંકમાં યૂઝરનો ID અને પાસવર્ડ આપવો જરૂરી છે.
પ્રવેશ કાર્ડમાં વિદ્યાર્થીઓનું નામ અને રોલ નંબર, પરીક્ષાની વિગતો, વિદ્યાર્થીઓનો ફોટોગ્રાફ અને સહીની તસવીર, પરીક્ષા કેન્દ્રનું સરનામું, પરીક્ષાની તારીખ, સમય અને તેનું પાલન કરવાની સૂચના સામેલ હશે.
પ્રવેશ કાર્ડ ડાઉનલોડ કરવા માટે ઉમેદવાર સત્તાવાર વેબસાઇટની cdac.in મુલાકાત લઈ શકે છે. ઉમેદવારો લિંક દ્વારા CDAC C-CAT 2020 પ્રવેશ કાર્ડ ડાઉનલોડ કરી શકશે જે નીચે આપેલી છે.