CBIનું મેગા ઓપરેશન, એક સાથે 19 રાજ્યોની 110 જગ્યા પર રેડ - Weapons
નવી દિલ્હીઃ મંગળવારે CBI એ દેશભરમાં એક સાથે 110 જગ્યા પર દરોડા પાડ્યા હતા. આ દરોડામાં 19 રાજ્યોમાં એક સાથે અલગ અલગ જગ્યા પર કાર્યવાહી કરી હતી. ઉલ્લેખનિય છે કે CBIએ હાલમાં ભ્રષ્ટાચાર, દુરાચાર અને હથિયારોની દાણચોરી સાથે જોડાયેલા 30 કેસ દાખલ કર્યા છે.
દરોડા અભિયાન, એક સાથે 19 રાજ્યો અને 110 જગ્યા પર CBIના દરોડા
મળતી માહિતી અનુસાર CBIને માહિતી મળી હતી કે દેશમાં હથિયારોની દાણચોરી થઇ રહી છે. દેશની સુરક્ષાને ધ્યાને લેતા CBI એ મંગળવારે એક અભિયાન ચલાવી હતું જેમાં 19 રાજ્યોમાં એક સાથે દરોડા પાડ્યા હતાં. જણાવવામાં આવી રહ્યું છે કે આ દરોડામાં 110 જગ્યાને ટાર્ગેટ કર્યા હતા. અત્યાર સુધીમાં એ વાતની માહિતી મળી નથી કે CBIને આ દરોડામાં કેટલીક સફળતા મળી છે.