ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જોધપુરમાં 11 શરણાર્થીના મોત, સુસાઇડ નોટમાં પોલીસ જ આરોપી, CBI તપાસની માંગ

રાજસ્થાનના જોધપુરમાં 11 પાકિસ્તાની શરણાર્થીઓના મોત નીપજ્યાં છે. આ તમામ લોકો એક જ પરિવારના હોવાનું સામે આવ્યું છે, ત્યારે પાકિસ્તાન વિસ્થાપિત સંઘોએ CBI અથવા સમગ્ર મામલાન ઉચ્ચ-સ્તરની તપાસની માગ કરી છે.

CBI
CBI

By

Published : Aug 10, 2020, 1:32 PM IST

જોધપુરઃ સીમાંત લોક સંગઠનના હિન્દુસિંહ સોઠાએ જણાવ્યું હતું કે, માંડોર પોલીસ સ્ટેશનમાં મળી આવેલી સુસાઇડ નોટમાં પોલીસ પર ગંભીર આરોપ છે, ત્યારે આ ઘટનામાં પોલીસ દ્વારા તપાસ ન હોવી જોઇએ. સોઠાએ વધુ આરોપ લગાવતા કહ્યું કે, આશ્ચર્યજનક વાત છે કે મુખ્યપ્રધાનના વતનમાં આ કેસ હોવા છતા પોલીસ સામે હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જ્યારે આરોપો ગંભીર છે.

સોઠાએ કહ્યું હતું કે, પોલીસની સાથે સાથે પાકિસ્તાન વિસ્થાપિત લોકોને પરેશાન કરનારા લોકો વિરુદ્ધ પણ આક્ષેપો કરવામાં આવી રહ્યાં છે, ત્યારે પોલીસે તેમના પર પણ કાર્યવાહી કરી નથી. આવા કેસમાં હવે આ મામલાની તપાસ ઉચ્ચ કક્ષાની એજન્સી સીબીઆઈ દ્વારા થવી જોઈએ. તે જ રીતે, વિસ્થાપિત પાકિસ્તાનીઓ માટે કામ કરતી સંસ્થા નિમિકેતમના ભાગચંદ ભીલે કહ્યું કે, નાગરિકતાના અભાવને કારણે અમારે વધુ સંઘર્ષ કરવો પડશે. 11 લોકોના મોતની તપાસ ઉચ્ચ સ્તરીએ થવી જોઈએ.

જોધપુરમાં 11 લોકોના સુસાઇડ નોટમાં પોલીસ પર આરોપી, CBI તપાસની માંગ

કૃષિ મંડળીના પૂર્વ અધ્યક્ષ કૃતિસિંહ ભીલે જણાવ્યું હતું કે, સરકારે પીડિત પરિવારને યોગ્ય વળતરની સહાય સાથે તપાસના આદેશ આપવા જોઈએ. ઉલ્લેખનીય છે કે, આ પરિવાર સાથે સંબંધિત એક કેસ માંડોર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો છે, જેના માટે લાંબા સમયથી તપાસ ચાલી રહી છે, જેમાં સુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો છે કે, પોલીસે આ કેસમાં કાર્યવાહી કરી નથી.

ABOUT THE AUTHOR

...view details