ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આવક કરતા વધુ સંપત્તિ ધરાવવાના કેસમાં મુલાયમ અને અખિલેશને ક્લીનચીટ - Clinchit

ન્યૂઝ ડેસ્ક: આવક કરતા વધારે સપંત્તિ બાબતે સમાજવાદી પાર્ટીના નેતા મુલાયમ સિંહ યાદવ અને અખિલેશ યાદવને CBIએ ક્લીનચીટ આપી છે. તપાસ એજન્સીએ મંગળવારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું આપીને આ અંગેની જાણાકારી આપી હતી.

case

By

Published : May 21, 2019, 3:14 PM IST

કેન્દ્રીય તપાસ એજન્સીએ કહ્યું કે, તેને 7 ઓગસ્ટ 2013ના રોજ મામલાની તપાસ બંધ કરી દીધી હતી. તેમને એવો કોઈ પુરાવો નથી મળ્યો જેનાથી પિતા-પુત્ર પર કેસ કરી શકાય.

એપ્રિલમાં વકીલ વિશ્વનાથ ચતુર્વેદીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જેમાં તપાસની પ્રગતિ અંગેની જાણકારી માગવામાં આવી હતી. આ અંગે સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે CBI પાસે જવાબ માગ્યો હતો. સુપ્રીમ કોર્ટે 2007માં કેસની તપાસ CBIને સોંપી હતી.

મુલાયમ અને અખિલેશ પર શું આરોપ હતો ?

2005માં વિશ્વનાથ ચતુર્વેદીએ જ સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને મુલાયમ યાદવ, તેમના દીકરા અખિલેશ અને વહુ ડિમ્પલ યાદવ સહિત નાના પુત્ર પ્રતીકની વિરુદ્ધ આવક કરતા વધારે સંપત્તિનો કેસ કર્યો હતો. આરોપ છે કે મુલાયમે 1999થી 2005 સુધી ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન હતા તે દરમિયાન તેમણે 100 કરોડથી વધારેની સંપત્તિ ભેગી કરી હતી.

ABOUT THE AUTHOR

...view details